મારા કહ્યા પ્રમાણે નહીં કરો તો તારો ફોટો વાયરલ કરી દઈશ, સાથે સાથે દુષ્કર્મ કરવાની ધમકી પણ આપી…
દુકાનનું ભાડુ લેવા જતી મહિલાને એક નરાધમેં ફસાવી દીધી હતી. આરોપી સાથે મોબાઈલ પર વાતચીત અને વીડિયો કોલ શરૂ થયા બાદ આરોપીએ મહિલાને કેફી દ્રવ્ય પીવડાવ્યું અને તેના અશ્લીલ ફોટા પડાવી લીધા. અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી મહિલા સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં આરોપીએ તેને મહિલા સાથે લગ્ન કરવા દબાણ કર્યું, પરંતુ જ્યારે મહિલાએ ના પાડી તો આરોપીએ તેની તસવીરો અને વીડિયો વાયરલ કરી દીધા હતા.
શહેરના રામોલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો ભાડુઆતના દુકાનદારના મામા સાથે પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે વાતચીત અને વીડિયો કોલ પણ કર્યા હતા. જો કે, એક દિવસ જ્યારે આરોપીનો જન્મદિવસ હતો અને તે સમયે મહિલા તેના ઘરના ઓટલા પર બેઠી હતી. આ પછી આરોપીએ તેને સોડા પીવડાવ્યો. થોડા સમય પછી મહિલા બેહોશ થઈ ગઈ અને પોતાના ઘરે જઈ રહી હતી. જોકે, ત્યારબાદ આરોપીએ મહિલાને વીડિયો કોલ કર્યો અને તેને કહ્યું તે પ્રમાણે કરીને તેનો સ્ક્રીનશોટ લઈ લીધો.
ચાર દિવસ પછી જ્યારે આરોપીનો ફોન મહિલાના હાથમાં આવ્યો ત્યારે તે ગેલેરીમાં ફોટો જોઈ રહી હતી. જોકે આ દરમિયાન આરોપીએ અચાનક મહિલાના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો. પરંતુ મહિલાને આરોપીના મોબાઈલમાં અશ્લીલ તસવીરો મળી આવી હતી, જોકે તેણે આરોપીને આ તસવીરો તેની પત્નીની હોવાનું જણાવી મહિલાના ફોટોગ્રાફ્સ કાઢી નાખ્યા હતા.
જોકે, બે-ત્રણ દિવસ બાદ આરોપીએ મહિલાનો ફોટો વોટ્સએપ પર મોકલ્યો હતો અને મારી વાત નહીં માને તો તેનો ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનું કહ્યું હતું. બાદમાં આરોપીએ મહિલા સાથે બળજબરીથી લગ્ન કર્યા હતા. જો કે, મહિલાએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો અને મહિલાના અશ્લીલ ફોટા અને વિડિયો કોલ રેકોર્ડિંગ તેની પુત્રી તેમજ સંબંધીઓને મોકલ્યા હતા. મહિલાએ આ અંગેની માહિતી પોલીસને આપતાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.