લેખ

મહિલાને કોલ્ડ્રીંક્સ પીવડાવી હોટલમાં લઈ જઈને યુવકે કર્યું એવું કે…

ડાયમંડ સીટી એટલે સુરતમાં વધી રહેલી ગુનાખોરી હવે એક ચિંતાનો વિષય બન્યો છે. અને તેમા પણ મહિલાઓની સુરક્ષાને લઈનેતો અહીયા એક બાદ એક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ વાત અમે એટલા માટે કહી રહ્યા છે. કારણકે સુરતમાં ફરી વાર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. અને 30 વર્ષીય યુવતી અહીયા દુષ્કર્મનો શિકાર બની છે.

ભોગ બનાનર યુવતી વિસ્તારની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અને આરોપી યુવક તેના બહેનના ઘરે આવતો હતો. ત્યારે તેનો ભોગ બનનાર પીડિતા સાથે સંપર્ક થયો હતો. આરોપીએ યુવતી સાથે મિત્રતા કેળવી અને બાદમાં તેને વ્યાજે રૂપિયા આપ્યા હતા. જેના આધારે યુવતીએ બ્યુટીપાર્લર શરૂ કર્યું હતું. જોકે ભોગ બનનાર યુવતી આરોપીને વ્યાજે રૂપિયા પણ આપતી હતી.

એક દિવસ આરોપીએ યુવતીને બોલાવી અને ત્યા તેને કોલ્ડ્રીંકમાં કેફી પદાર્થ નાખીને પિવડાવ્યું હતું. બાદમાં તે તેને હોટલમાં લઈ ગયો. અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, બાદમાં યુવતી જ્યારે ભાનમાં આવી ત્યારે આરોપીએ તેને જાનથી મારી નાખવાની તેમજ બદનામ કરવાની ધમકી આપી હતી. જે ડરે યુવતીએ કોઈને કશુંજ ન કહ્યું.

પરંતુ બાદમાં આરોપીની હિંમત વધી અને તેણે અવાર નવાર ધાક ધમકી આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. સાથેજ તે તેને માનસીક રીતે હેરના કરવા લાગ્યો. એક વર્ષ સુધી પીડિતાએ તમામ વસ્તુઓ સહન કરી પરંતુ અંતે કંટાળીને તેણે એક વર્ષ બાદ આરોપી સામે ફરિયાદ નોંધાવી. જોકે આરોપીને ફરીયાદની જાણ થતાજ તે હાલ ફરાર થઈ ગયો છે. અને પોલીસે પણ તેની શોધખોળ આરંભી છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *