સમાચાર

ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજારતો, પીડિતાના પતિને છૂટવા ન દેવાની ધમકી પણ આપી

જૂનાગઢની એક સગર્ભાના કપડાં કઢાવી તેના ફોટા પાડીને વાયરલ કરવાની ધમકી આપીને એક શખ્સે સગર્ભા પર બે વખત દુષ્કર્મ આચર્યું હતું. પિડીતાનો પતિ જેલમાં હતો તેને છૂટવા ન દેવાની ધમકી પણ આરોપીએ આપેલી હતી. જૂનાગઢના મધુરમ બાયપાસ પાસે રહેતી એક ૨૨ વર્ષીય પરિણીતાનો પતિ અત્યારે જેલમાં જ છે. આથી મધુરમ બાયપાસ પાસેજ બાલાજી એપાર્ટમેન્ટ નજીક રહેતા મીત સોંદરવાએ આજથી એકાદ મહિના પહેલાં તેને ઘેર જઇ તેના પતિને જેલમાંથી છૂટવા ન દેવાની ધમકી આપી અને તેના કપડાં ઉતારીને બધા ફોટા પાડી લીધા હતા.

બાદમાં એ ફોટા વાયરલ કરવાની ધમકી આપી અને બે બે વખત શરીર સંબંધ બાંધ્યો હતો. આ બનાવ અંગે પરિણીતાએ મીત સામે સી ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે. કેશોદની એક ૩૪ વર્ષીય યુવતીએ લગ્ન માટે મેરેજ બ્યુરો મારફતે મુરતિયાની શોધખોળ કરી હતી. જેમાં તેને વેરાવળના વસીમ ઓસમાણ મેમણનો સંપર્ક થઈ ગયો હતો. વસીમે તેનાથી પોતાના લગ્નની વાત છૂપાવી અને અવારનવાર જુદા જુદા સ્થળે શરીર સંબંધ બાંધેલા હતા.

જોકે, યુવતીને એક વાર પોતે પરિણીત હોવાનું કહી અને આપણા સમાજમાં બે લગ્નની છૂટ પણ હોય છે. એમ કહી અને તને બીજી પત્ની બનાવીને રાખીશ એવી લાલચ આપી દીધી હતી. અને બાદમાં તેને પણ તરછોડી દીધી હતી. અને સમાજમાં પણ બદનામ કરવાનું શરૂ કરી દીધું હતું. આથી યુવતીએ વસીમ વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.