સમાચાર

મહિન્દ્રાની નવેમ્બરમાં શાનદાર ઓફર, કાર પર 81500 રૂપિયા સુધીની બચત મળશે

મહિન્દ્રા આ મહિને તેના ઘણા મોડલ પર વિવિધ ડિસ્કાઉન્ટ ઑફર્સ અને લાભો ઓફર કરી રહી છે. આ લાભોમાં રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, એસેસરીઝ અને કોર્પોરેટ લાભોનો સમાવેશ થાય છે. જો તમે મહિન્દ્રા પેસેન્જર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો. તો તમે આ ફાયદાઓનો લાભ લઈ શકો છો. અગાઉ, અમે મારુતિ, ટાટા, મહિન્દ્રા અને અન્ય કાર ઉત્પાદકોની નવેમ્બર ડિસ્કાઉન્ટ ઑફર્સ વિશે માહિતી આપી છે. અહીં અમે તમારા માટે મહિન્દ્રાની નવેમ્બરની ઓફરની વિગતો લાવ્યા છીએ. આ ઓફર મહિન્દ્રાની કાર પર 30 નવેમ્બર સુધી લાગુ રહેશે. આગળ જાણો તેની કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

મહિન્દ્રા બોલેરો Mahindra Bolero પર રૂ. 3,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને રૂ. 10,000ની એક્સચેન્જ ઓફર છે. જ્યારે હાલમાં જ લોન્ચ થયેલી Bolero Neo પર કોઈ ઓફર આપવામાં આવી નથી. MVP (મલ્ટિ-પર્પઝ વ્હીકલ) પર આવે છે. Marazzo ત્રણ ટ્રિમ (M2, M4 Plus અને M6 Plus)માં ઉપલબ્ધ છે. આ મહિને Marazzo પર રૂ. 20,000 સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 15,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 5,200ના કોર્પોરેટ લાભો મળી રહ્યા છે.

મહિન્દ્રા XUV300 મહિન્દ્રા XUV300 કોમ્પેક્ટ SUVને આ મહિને રૂ. 15,000 સુધીના રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 25,000 સુધીના એક્સચેન્જ બોનસ અને રૂ. 4,000ના કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. XUV300 પર 5,000 રૂપિયા સુધીની અન્ય ઑફર્સ પણ ઉપલબ્ધ છે.

મહિન્દ્રા અલ્તુરસ G4 Mahindra Alturas G4 કાર નિર્માતાનું ફ્લેગશિપ મોડલ છે અને આ મહિને આ કાર પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ કાર પર એક્સચેન્જ બોનસ રૂ. 50,000 સુધી છે. આ ઉપરાંત, તમે Mahindra Alturas G4 પર રૂ. 11,500 સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને રૂ. 20,000 સુધીની અન્ય વધારાની ઑફર્સ પણ મેળવી શકો છો.

KUV100 MXT અને સ્કોર્પિયો KUV100 MXT મહિન્દ્રા લાઇનઅપમાં સૌથી સસ્તું મોડલ છે. KUV રૂ. 38,055 સુધીના રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 20,000ના એક્સચેન્જ બોનસ અને રૂ. 3,000 સુધીના કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. તેવી જ રીતે, સ્કોર્પિયો પર રૂ. 15,000 સુધીનું એક્સચેન્જ બોનસ અને રૂ. 4,000 સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ધ્યાનમાં રાખો કે ઑફર્સ શહેર અને વેરિઅન્ટના આધારે બદલાઈ શકે છે. આ તમામ ઑફર્સ 30 નવેમ્બર, 2021 સુધી લાગુ છે અને એક્સ-શોરૂમ, દિલ્હીના ધોરણે છે. અને તમને જણાવી દઇએ કે મહિન્દ્રાના થાર અને XUV700 પર કોઈ ઑફર નથી.

મહિન્દ્રાનું વેચાણ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડનું ઓક્ટોબરમાં કુલ જથ્થાબંધ વેચાણ વાર્ષિક ધોરણે 5 ટકા ઘટીને 41,908 યુનિટ થયું હતું. કંપનીએ ઓક્ટોબર 2020માં કુલ 44,359 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. ગયા મહિને સ્થાનિક બજારમાં કંપનીના પેસેન્જર વાહનોનું વેચાણ 20,130 યુનિટ થયું હતું. જે એક વર્ષ અગાઉના ગાળામાં 18,622 યુનિટની સરખામણીએ 8 ટકા કરતાં વધુ હતું. ગયા મહિને સ્થાનિક કોમર્શિયલ વાહનોનું વેચાણ ઓક્ટોબર 2020માં 23,716 યુનિટથી ઘટીને 18,604 યુનિટ થયું હતું. ગયા મહિને નિકાસ વધીને 3,174 યુનિટ થઈ હતી. જે ઑક્ટોબર 2020માં 2,021 યુનિટની સરખામણીમાં 57 ટકા વધુ છે. તેની કારની માંગ સારી રહેતી હોય છે. તેની XUV700 ને પણ જોરદાર પ્રતિસાદ મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *