મહિસાગર જિલ્લાના કડાણા ડેમની સપાટી ઓછી થતા જ 850 વર્ષ જૂનું મંદિર જે ગુફામાં આવેલ છે તેના દ્વાર ખુલ્યા

મહિસાગર જિલ્લામાં કડાણા ડેમની સપાટીમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. અને તેના આધારે જ આ ડેમની જળ સપાટી ઓછી થઈ ત્યારે 850 વર્ષ જૂનું મંદિર આવેલું છે. અને તે મંદિરના દ્વાર ખુલી ગયા છે તેવું જાણવા મળેલ છે. મહિસાગર જિલ્લાના સપાટીમાં ઘટાડો થતા જ કેચમેન્ટ એરિયાના કિનારા તથા દ્વાર ખુલ્લા થતા જોવા મળ્યા છે અને તેના આધારે જ ત્યાં વચ્ચે આવેલા ડુંગરની ગુફામાં નદીનાથ મહાદેવ મંદિર આવેલું છે, અને આ જગ્યા થતા નદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલી ગયા છે. તેની સાથે જ લોકો ભોલેનાથના દર્શન કરીને આનંદમય બન્યા હતા.

કડાણા ડેમ મહીસાગર જિલ્લાની જીવાદોરી સમાન છે અને અત્યારે તેમાં પાણી ઓછું જોવા મળી રહે. અને તેવું પણ જાણવા મળ્યું છે કે જો હવે આવનાર દિવસોમાં વરસાદ નહીં પડે તો જળસંકટ થશે તેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. અને બીજી બાજુ કેચમેન્ટ વિસ્તારમાં જળ સપાટી ઓછી થઇ જતા જ આવેલા ડુંગરની ગુફામાં નદીનાથ મહાદેવ છે તેના દ્વાર ખુલી ગયા હતા.

મળેલી માહિતી અનુસાર એક લોકવાયકા છે અને તેમાં કડાણા ડેમના નિર્માણ પહેલા જ અહીં અહીં પૂનમ ભાદરવી પૂનમે મેળો યોજાતો હતો, અને તેમાં ઘણી બધી સંખ્યામાં લોકો આવતા હતા. પરંતુ જયારે આ જગ્યા પર ડેમ બની ગયો ત્યારે તેજ સમયે મંદિરની ગુફામાં આવેલ ભેકોટલીયા બાવજી મંદિર તથા આ નદી નાથ મહાદેવ મંદિર ડૂબી ગયા હતા. આમ માહિતી મળે છે કે ડેમના નિર્માણ વખતે આ મંદિર જ્યારે ડૂબી ગયું હતું પરંતુ હવે તેમાં પાણીની સપાટી ઓછી થઈ ગઈ છે.

તે જાણતા જ મંદિરના દ્વાર ખુલી ગયા છે અને ભક્તો દર્શન કરવા માટે લાઈન લગાવી રહ્યા છે. કડાણા ડેમમાં સતત પાણીની સપાટી વધતી જ રહે છે પરંતુ જ્યારે આ પાણીની સપાટી ઓછી થઈ જાય છે ત્યારે આ 850 વર્ષ જૂનું મંદિર ફરીથી ખુલે છે અને આ મંદિર 20 વર્ષ પછી ગયા વર્ષે શ્રાવણ મહિનામાં ખુલ્યું હતું, ત્યારબાદ ફરીથી એક વખત ખુલતા જ શંકર ભગવાનના ભાવિ ભક્તો હર્ષોલ્લાસ માં આવી ગયા હતા.

એક લોકવાયકા મુજબ આ મંદિર જગ્યા ઉપરથી હલતું નથી. કડાણાડેમ બની ગયા અને 50 વર્ષથી વધુ સમય થઈ ગયો અને આ નદી એક વખત પોતાનું રૌદ્ર સ્વરૂપ પણ બતાવ્યું હતું, તેમ છતાં આ મંદિરનું શિવલિંગ પોતાની જગ્યાએથી હલ્યું ન હતું, અને તેના જ કારણે શ્રદ્ધાળુઓ ખૂબ જ આસ્થા અને શ્રદ્ધાથી તેમના દર્શન કરવા માટે આવે છે. ગયા વર્ષે પણ જ્યારે શ્રાવણ મહિનામાં આ મંદિર ખૂલ્યું હતું ત્યારે ભાવિ ભક્તો ત્યાં દર્શન કરવા માટે દોડી ગયા હતા તેમજ અત્યારે આ મંદિર ખુલવાની જ્યારે જાણ થઈ હતી ભાવિ ભક્તો દર્શન કરવા માટે પહોંચી ગયા છે.

Leave a Reply

Your email address will not be published.