સમાચાર

મકર સંક્રાતિ પર જો આવું કરતા પકડાયા તો ગયા સમજો! જાણે શું છે પોલીસ કમિશનરની સૂચના?

અમદાવાદ પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ સાહેબે ઉત્તરાયણના પર્વને લઇને એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં કડક સૂચનાઓ અપાઇ છે અને તેનું પાલન કરવાની પણ ચીમકી અપાઇ છે. કેમકે જો આ સૂચનાઓનું પાલન નહીં થાય અને કોઇ વ્યકિત જાહેરનામાનો ભંગ કરતો માલૂમ પડશે તો તેમની સામે કાયદાકિય પગલા લેવાઇ શકે છે.

શું છે જાહેરનામામાં ? ઉત્તરાયણના દિવસોએ જાહેર રોડ પર કોઇએ પતંગ ઉડાવવા કે પકડવા નહીં પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા નહીં લોકોની લાગણી દુભાય તેવી રીતે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ચાઇનીઝ દોરી, તુક્કલ ઉડાડવા તેમજ વેચાણ કરવા પર કડક પ્રતિબંધ મૂકાયો છે.

જો કે જાહેરનામાંમાં ક્યાંય પણ કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે કોઇની સૂચના કે ફરમાન કરવામાં આવ્યુ નથી હા પણ ધાબા પર સરપ્રાઇઝ ચેકીંગ કરીને માસ્ક વિનાના જે પણ લોકો હશે તેમને પકડીને દંડનીય કાર્યવાહી કરાશે. કેવી રીતે કરાશે કડક કામગીરી ?

ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે અને હવે ગણતરીના દિવસો બાકી છે, તો તેની સામે અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે જેથી અમદાવાદ પોલીસ સિવિલ ડ્રેસમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે અલગ અલગ વિસ્તારોના ફલેટ, સોસાયટીના ધાબાઓ ઉપર જઇને સરપ્રાઇઝ ચેકીંગ કરશે. જો કોઇપણ જગ્યાએ કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થતો જણાશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

ક્યાં પ્રકારના પ્રતિબંધો લદાયા ?  નાયલોન, પાકા સિન્થેટીક મટીરીયલ્સ, કાચથી પાયેલા, ચાઇનીઝ માંઝાના દોરાના ઉત્પાદન, ખરીદ વેચાણ પર પ્રતિબંધ. કોઇપણ વ્યકિતને જીવનું જોખમ ન થાય તે માટે જાહેર માર્ગ, ફૂટપાથ, ભયજનક મકાન ઉપર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ. જાહેર માર્ગ, શહેરી મહોલ્લામાં લાકડાના દંડાઓ, લોખંડની પાઇપો વડે કોઇપણ વ્યકિત પતંગ લૂંટી શકશે નહીં. કોઇપણ વ્યકિત જાહેર રસ્તા ઉપર પશુઓને ઘાસ ચારો નાખીને ટ્રાફિક કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યોય કોઇની લાગણીઓ દુભાય તેવી રીતે લાઉડ સ્પીકર ન વગાડવા કોરોનાની ગાઇડ લાઇન મુજબ ફરજીયાતપણે પાલન કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *