ગુજરાતના જાણીતા કલાકાર મલ્હાર ઠાકોર સાળંગપુર કષ્ટભંજન દેવ ના મંદિરે દર્શને, આપી એવી અમુક્લ ભેટ કે…

ગુજરાતના જાણીતા કલાકાર એવા મલ્હાર ઠાકર ને આજે કોઇપણ જાતના ઓળખાણની જરૂર નથી. મલ્હાર ઠાકરે નાની ઉંમરમાં ખૂબ જ મોટું નામ કમાવ્યુ છે. આમ જોઇએ તો મલ્હાર ઠાકર છેલ્લો દિવસ ફિલ્મ પછી ખૂબ જ ચર્ચામાં આવી ગયા હતા. આ ખૂબ જ લોકપ્રિય અભિનેતા સાળંગપુર કષ્ટભંજન દેવ ના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા છે. સાળંગપુર હનુમાનજી નામના એકાઉન્ટ પરથી કેટલાક ફોટાઓ શેર કરવામાં આવ્યા છે. તમે આ ફોટામાં જોઈ શકો છો કે મલ્હાર ઠાકોર ત્યાંના સંતોનો આશીર્વાદ લઇ રહ્યા છે.

તમે બધા બીજા ફોટામાં જોઈ શકો છો કે ત્યાંના સંતોએ મલ્હાર ઠાકોર ને ગુજરાતી હનુમાનજી દાદાનો ખૂબ જ સુંદર ફોટો આપ્યો છે. આ ગુજરાતી અભિનેતા ત્યાંના અલગ-અલગ બધા સંતો પાસેથી આશીર્વાદ લઇ રહ્યા છે. આપણે ફોટામાં જોઈ શકીએ છીએ કે તે દર્શન કરી ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે એક સંતે તેમને ગળામાં હાર પહેરાવ્યો હતો. જે ખૂબ જ મોટી વાત છે તેમ કહેવું ખોટું નથી.

મલ્હાર ઠાકર લોકપ્રિય અભિનેતા અને નિર્માતા છે. મલ્હાર ઠાકરે અભિનય કરેલી છેલ્લી ફિલ્મોમાં ગજબ થાઈ ગાયો, ધુઆંધાર, ધુઆંધાર, ગોલકેરી અને વેનીલા આઈસ્ક્રીમ જેવી ફિલ્મો આવેલી છે. મલ્હાર ઠાકરે પ્રોડ્યુસ કરેલી છેલ્લી ફિલ્મ સાહેબ છે. જે ખુબ જ લોકપ્રિય પણ બની હતી. મલ્હાર ઠાકરે ગુજરાતી સિનેમામાં છેલ્લો દિવસ નામની અર્બન ગુજરાતી ફિલ્મ દ્વારા ખુબ જ ચાહકતા મેળવી હતી. ગોળકેરી જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર આગામી સમયમાં ‘વિકીડાનો વરઘોડો’, ‘કેસરિયો’ સહિતની ગુજરાતી અનેક ફિલ્મો માં પણ જોવા મળ્યા હતા.

મલ્હારે 30 વર્ષની ઉંમરમાં ઘણું બધું હાંસેલ કરી લીધુ છે. તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે જેનું નામ ટિકિટ વિન્ડો એન્ટરટેઇનમેન્ટ છે. જે તેને એપ્રિલ 2020માં શરૂઆત કરી હતી. મલહારે કોરોના મહામારીનાં સમયમાં પોતાનું એક NGO પણ શરૂ કર્યુ હતું જેમાંથી તે કોરોના સંક્રમિત લોકોની મદદ કરતા રહેતા હોય છે. કોરોના કાળમાં જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં ઘણાં નાના કલાકારો અને વર્કર્સે મુશ્કેલીનો સમય આવ્યો હતો ત્યારે તેમની આર્થિક મદદ પણ મલહારે ખુબ જ સારી રીતે કરી હતી.

તેમને ફિલ્મ લવની ભવાઇમાં ખુબ જ સફળતા મેળવી હતી તે 100 દિવસથી વધુ સમય સુધી થિએટર્સની અંદર ચાલી હતી. જે ખૂબ જ મોટી વાત છે તેમ કહેવું ખોટું નથી. મલ્હાર ઠાકોર નો જન્મ 28 જૂન 1990 માં ગુજરાતમાં આવેલા સિદ્ધપુરમાં થયો હતો. આજે આ અભિનેતાએ ગુજરાતી ફિલ્મો દ્વારા ખૂબ જ મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી છે તેમ કહેવું ખોટું નથી. તેમની ઉંમર અત્યારે માત્ર ૩૧ વર્ષ છે પરંતુ આજે તેમને ગુજરાતમાં મોટાભાગના લોકો જાણે છે. અને આજે મલ્હાર ઠાકોર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મુખ્ય કલાકાર બની ગયા છે.

Leave a Reply

Your email address will not be published.