સમાચાર

વ્યક્તિ જ બન્યો ગૌમાતાનો દુશ્મન! પડોશીની ગાયના કાપી નાખ્યા પગ!

ધ્રુજાવી નાખે તેવી આ ઘટના છે સંસ્કાર નગરી ગણાતી વડોદરાના દશરથની, અહીં એક માલધારી શખ્સે જ તેના પડોશીની ગાય પોતાના વાડામાં ઘુસી ગઇ એટલે માસૂમ ગૌમાતા પર પોતાનો રોષ ઠાલવ્યો અને ધારીયાથી પડોશીની ગાયના બંને પગ કાપી નાખ્યા.

સમગ્ર બનાવની વાત કરીએ તો દશરથ ગામમાં ઇન્દિરાનગરી ભરવાડવાસમાં રહેતા જયેશ ભરવાડના ઘરે શેરડીની ગાડી આવી ત્યારે તેઓએ પોતાની ગાયને થોડો સમય માટે છૂટ્ટી મુકી જે બાદ તેઓ પોતાનો નોકરીનો સમય થતા નોકરી પર ગયા અને જયેશભાઇએ તેમના ઘરના લોકોને કહ્યું કે ગાય આવે.

ત્યારે બાંધી દેજો પરંતુ મોડી રાત સુધી ગાય પરત ન આવી જયેશભાઇ નોકરી પર હતા ત્યારે તેમના પડોશમાં રહેતા એક વ્યકિતએ ફોન કર્યો કે તેમની ગાય લોહીલુહાણ હાલતમાં રોડ પર પડેલી છે. જેથી તાબડતોડ દોડી આવેલા જયેશભાઇએ જોયું તો તેમની ગાયના પગ પર કોઇએ ધારીયા વડે હુમલો કરીને પગ કાપી નાખ્યા હતા.

જેથી જયેશભાઇએ આ હુમલો કોણે કર્યો તેને લઇને પોલીસ ફરિયાદ કરી ત્યારે ભૂતકાળમાં પડોશમાં રહેતા ગોવિંદ ભરવાડે તેના વાડામાં ગાય ઘૂસી જતા લાકડી વડે મારી હતી જેથી શંકા રાખીને જયેશભાઇએ એનિમલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવા છાણી પોલીસે ગોવિંદ ભરવાડ સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *