સમાચાર

માલિશના નામે થતી હતી મસ્તી, આવી હતી વિદેશથી યુવતીઓ

જેવો ગોળ નાખો એટલું ગળ્યું થાય આવી જ કહેવત પ્રમાણે જેટલા રૂપિયા આપો એવી સેવા થાય. આ શરમજનક વાત છે મધ્યપ્રદેશના ઇન્દોર શહેરની જ્યાં શગુન આર્કેડ વિસ્તારમાં દુનિયાની દ્રષ્ટીએ તો એક સ્પા સેન્ટર ચાલતું હતું પણ માલિશના નામે અહીં જે ગોરખધંધા થતા હતા તે બહુ છૂપા ન હતા કેમકે અહીં પહેલા પણ આ પ્રકારે વિદેશી લલનાઓને બોલાવીને કૂટણખાનું ધમધમતુ હોવાનો પર્દાફાશ થઇ ચૂક્યો છે.

ઇન્દોરના શગુન આર્કેડમાં ધમધમતા લોહીના વેપારમાં પોલીસે જ્યારે રેડ કરી ત્યારે દ્રશ્યો જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી કેમકે પોલીસે અહીં સ્પાની આડમાં ઉભી કરાયેલી જે સુવિધાઓ જોઇ તે જોઇને એક સમયે તો પોલીસની આંખો પણ પહોળી થઇ ગઇ હતી કેમકે અહીં અલગ અલગ કેબિનોની અંદર જે ધંધા થઇ રહ્યા હતા તેનું વર્ણન કરવામાં પણ ક્ષોભ અનુભવાય પોલીસે અહીં કઢંગી હાલતમાં 8 યુવકો અને 8 યુવતીઓને ઝડપી લીધા હતા.

તેમના સીસીટીવી પણ પોલીસે કબજે કર્યા છે. સૌથી ચોંકાવનારી અને શરમજનક વાત એ છેકે અહીં જે લોકો આવતા હતા તે ભદ્ર સમાજના કહેવાતા ઉચ્ચ પરિવારના લોકો આવતા હતા અને અહીં તેઓ જે રીતે રૂપિયા વેરતા હતા તેવી જ તેમને સર્વિસ પણ આપવામાં આવતી હતી. તો આ વિદેશી વેશ્યાગૃહની જે મુખ્ય સુત્રધાર છે તે કોઇ વિદેશી મહિલા છે જે આ રીતે જ્યારે પણ રેડ પડે છે ત્યારે તે વિદેશમાં ફરાર થઇ જાય છે ત્યારે પોલીસે આ વિદેશી મહિલા સુત્રધારને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *