સમાચાર

મમ્મી મારતી નહીં, હું જે છોકરા સાથે છું તેની માતા મને લગ્ન કરવા માટે ખુબ દબાણ કરે છે એટલે કિશોરીએ ઝેરી દવા પીને…

મમ્મી, એક વાત કહું, પણ મને મારતી નહિ, હું એક છોકરા સાથે વાત કરું છું. હવે એ અને એની માતા મને છોકરા સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા છે. આટલું કહી ટ્યુશનેથી ઘરે આવેલી કિશોરી પોતાના જ ઘરમાં ઝેરી દવા પી ગઈ હતી. કીશોરી દવા પીધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ચાલ્યો ગયો છે. કિશોરીના પીડિત પિતાએ એવું કહ્યું, મને આ બધી વાતની ખબર પડ્યા બાદ મેં તેને માત્ર અભ્યાસ પર ધ્યાન આપવા જ કહ્યું હતું.

મધુ ધોરણ-૧૦ની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. આજે સવારે પણ તે યુવક લગ્ન માટે દબાણ કરતો હતો અને મારા ઘરની બહાર બાઇક પર આંટા ફેરા મારી બાઈકનો હોર્ન વગાડતો જોવા મળ્યો હતો. મધુના પિતા અજય પાંડેએ કહ્યું હતું કે, ચાર સંતાનોમાંથી બે દીકરા અને બે દીકરીઓમાં મધુ (ઉં.૧૫ વર્ષ) સૌથી મોટી દીકરી હતી. તેણી ધોરણ-૧૦ની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. મધુ રવિવારે બપોરના સમયે ઘરમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન મોડી સાંજે મધુનું મોત નીપજ્યું હતું. મધુ તેના મહોલ્લામાં આવેલા એક હેર સલૂનમાં કામ કરતા યુવક સાથે વાત કરતી હતી. જોકે યુવક અને એની માતા મધુને લગ્ન માટે ખુબ દબાણ કરતા હતા તેથી માનસિક તણાવમાં આવેલી મધુએ તમામ હકીકત તેની માતાને જણાવી દીધી હતી. શનિવારની રાત્રે પત્નીએ આ વાત મને કહી પછી મેં મધુને અભ્યાસ પર ધ્યાન આપવા માટે પ્રેમથી સમજાવી હતી. યુવક બાઈક લઈને મધુના ઘરની આજુબાજુ આંટા મારી તેણીને હેરાન કરતો હતો. રવિવારની સવારે ૮ વાગે ટ્યુશન ગઈ હતી.

પછી મધુ ઘરે આવ્યા બાદ થોડીવારમાં જ ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ મધુને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. યુપીના રહેવાસી સંજય પાંડેએ એવું જણાવ્યું હતું કે, તેઓ એક મીલમાં નોકરી કરી અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. દીકરીના મૃત્યુને લઈ આઘાતમાં હોવા છતાં આજે સવારે બદમાશ યુવક ઘરની આજુબાજુ આંટા-ફેરા મારી અને બાઈકના હોર્ન વગાડી પોતે ત્યાં આવ્યો હોવાનું દીકરીને સિગ્નલ આપતો જોવા મળ્યો હતો. બસ અમારી એક જ વિંનતી છે કે પોલીસ અમને ન્યાય અપાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *