હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમ મોહંતીએ કહ્યું, આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ થશે સક્રિય આ વિસ્તારમાં ભારે વરસાદ પડશે

ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે ત્યારે અનેક વિસ્તારોના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ઘણા વિસ્તારોમાં હજુ વાવણી થઈ નથી.બીજી તરફ હવામાન વિભાગે લોકોને રાહત આપી છે.આજે હવામાન વિભાગે રાજ્યમાં 29 જૂનથી 3 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. અમદાવાદ હવામાન વિભાગના નિયામક ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, “રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડશે, ખાસ કરીને 29, 30 અને 1 જુલાઈએ છૂટાછવાયા વરસાદ ની સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં 29 અને 30 જૂને વરસાદ પડશે. કચ્છમાં પણ વરસાદ જોવા મળશે. તેમજ 1 જુલાઈથી કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના છે. ગુજરાત વિસ્તારમાં ચોથા અને પાંચમા દિવસે એટલે કે જુલાઈના બીજા અને ત્રીજા દિવસે વરસાદની સંભાવના છે. ગુજરાત પ્રદેશમાં 30 જૂનથી 3 જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા છે. કયા વિસ્તારોમાં થશે ભારે વરસાદ? .

ચોથા અને પાંચમા દિવસે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલ વરસાદની સિસ્ટમ નથી, પરંતુ આગામી બે દિવસમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે. બંને શહેરોમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રથયાત્રાના દિવસે એટલે કે 1 જુલાઈએ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ દિવસે ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આ દિવસે પવનની ગતિ પણ સામાન્ય રહેશે.

17 તાલુકામાં નોંધાયો વરસાદ આજે એટલે કે 29મી જુલાઈના રોજ સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી ગુજરાતના 17 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થાય છે. આજે સુરતના ઓલપાડમાં સૌથી વધુ 22 મી.મી. વરસાદ પડી રહ્યો છે. સુરત શહેરમાં 13 મીમી, વલસાડના પારડી અને વાપીમાં 9 મી.મી. વરસાદ પડી રહ્યો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં 6 એમ એમ થી ઓછો વરસાદ પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published.