ભારે વરસાદથી લોકોને ક્યારે રાહત મળશે? જાણો હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ શું કરી મોટી આગાહી…

ગુજરાતના અનેક જિલ્લાઓમાં આ સમયે ભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે આજે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે. જો કે આગામી 15મી પછી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.

હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, “ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસમાં વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. કેટલાક ભાગોમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો હતો.

ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 15મી પછી રાજ્યમાં ઓછો વરસાદ પડશે. 15મીએ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

આજે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 11મી જુલાઈએ વલસાડ, નવસારી, ડાંગી તાપી, સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે. આજે નર્મદા અને ભરૂચમાં સૌથી વધુ વરસાદ થવાની સંભાવના છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલની સિસ્ટમના કારણે સારો વરસાદ પડી રહ્યો છે. માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં 14 અને 15મીએ ભારે વરસાદની સંભાવના છે.

સોમવારે સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાક દરમિયાન રાજ્યના 218 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 22 ઈંચ વરસાદ છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં 12 તાલુકામાં આઠ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ચાર ઇંચથી વધુ વરસાદ ધરાવતા 30 તાલુકા છે. 117 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published.