સમાચાર

24 થી 26 જુન રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં તો NDRF ની ટીમો પણ તૌનત કરી દેવામાં આવી…

રાજ્યમાં અત્યારે ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી તારીખ 24 જૂન થી 24 જૂન વચ્ચે ભારતીય અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન ખાતાના અધિકારી મનોરમા મોહંતીએ મંગળવારે ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની આ બેઠકમાં તેમણે રાજ્યમાં વરસાદ લઈને ઘણી સંભાવનાઓ વ્યક્ત કરી હતી અને જાણકારી આપી હતી.

તેમણે કહ્યું હતું કે આગામી ચારથી પાંચ દિવસ સુરત નવસારી તાપી ડાંગ જવાબ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારતીય અતિભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે જ્યારે વલસાડ જિલ્લાની વાત કરીએ તો ૨૪થી ૨૬ જૂન વચ્ચે વલસાડમાં ભારતીય અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ સહેલી છે.

તમે જણાવી દઈએ કે બે દિવસ પહેલા વલસાડના ઉમરગામ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો ૨૪ કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો હતો. અને આ સાથે જ રાહત કમિશનર સી સી પટેલ ના કહેવા પ્રમાણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારત અતિભારે વરસાદ થવાની શક્યતાઓ ના આધારે એનડીઆરએફની એક ટીમ તાત્કાલિક ધોરણે નવસારી જવા રવાના કરવામાં આવી છે જે આવતીકાલે સવારે નવસારી પહોંચી જશે.

આ સાથે જ સુરત અને ભરૂચમાં એનડીઆરએફની એક એક ટીમ મોકલી દેવામાં આવી છે અને હેડક્વાર્ટર ઉપર તહેનાત કરવા દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં પહેલી જૂનથી લઈને 21 જૂન સુધીમાં વીજળી પડવાથી ભારે વરસાદથી ડૂબી જવાથી લઈને અત્યાર સુધીમાં ૨૬ જેટલા મૃત્યુ નોંધાઈ ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published.