મનોરમા મોહનતીએ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી જાહેર કરી, મેઘરાજા આ ત્રણ દિવસમાં એવા ભુકા કાઢશે કે ધાર્યા બહારનો વરસાદ નોંધાવશે… જાણો કયા કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી…

શ્રાવણ મહિનામાં સમગ્ર ગુજરાતમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે જ્યારે હજુ પણ વરસાદની આ સિઝન પૂરી થઈ નથી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે જ્યારે ત્રણ દિવસ તો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે તેની પૂરેપૂરી શક્યતા છે.

તેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં એલર્ટ પણ જાહેર આપી દીધા છે રાજ્યમાં નવા અપડેટ પ્રમાણે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી શકે તેની આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં ખાસ કરીને મહીસાગર અરવલ્લી જેવા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે જ્યારે બીજી બાજુ સાબરકાંઠા બનાસકાંઠા પંચમહાલ દાહોદ જિલ્લામાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે.

24 ઓગસ્ટ ના રોજ સાબરકાંઠા બનાસકાંઠા પાટણમાં ધોધમાર વરસાદ પડે તેની આગાહી જાહેર કરવામાં આવી છે બીજી તરફ રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહનતીના જણાવ્યા અનુસાર કચ્છ સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારો એવો વરસાદ પડવાની આગાહી જાહેર કરીશું સાથે સાથે આગામી ત્રણ દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાય છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મેઘરાજા મહેરબાન રહેશે જેમાં 23 ઓગસ્ટના રોજ શહેરના વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે તેની આગાહી જાહેર કરવામાં આવી છે બીજી બાજુ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે.

ટોટલ પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટા થી લઈને અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવ્યું છે બીજી બાજુ મિત્રો હવામાન વિભાગના મુખ્ય અધિકારીએ જણાવ્યું કે આગામી ત્રણ દિવસ અતિ ભારે વરસાદ જોવા મળશે બાદમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું ધીમે ધીમે જોર ઘટવા લાગશે અને આ મહિનાના અંતમાં ચોમાસું વિદાય લઈ શકે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *