સમાચાર

મંત્રીનો દીકરો નશામાં મારઝૂડ કરતો, હોટેલ, ફાર્મ હાઉસ અને ઓફિસમાં લઇ જઈને દુષ્કર્મ આચરતો…

રાજસ્થાનના કેબિનેટ મંત્રી મહેશ જોશીના પુત્ર રોહિત જોશી પર મારપીટનો આરોપ છે. યુવતીએ કહ્યું કે મંત્રીનો પુત્ર બળજબરીથી ફિલ્મો બતાવતો હતો. તેણે મને ફિલ્મ પ્રમાણે કરવાનું કહ્યું. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તે દારૂ પીતો હતો અને તેની સાથે દુર્વ્યવહાર કરતો હતો. બીજી તરફ મંત્રી જોષીએ કહ્યું કે પોલીસે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.હું હંમેશા ન્યાય અને સત્ય સાથે રહીશ. યુવતીએ મંત્રીના પુત્ર વિરુદ્ધ દિલ્હી સદર બજાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.

7 મેના રોજ પીડિતા તેની માતા સાથે દિલ્હીના સદર બજાર પોલીસ સ્ટેશન પહોંચી. મંત્રીના પુત્ર રોહિત વિરુદ્ધ મહિલા એ પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે કરેલા ગેરવર્તણૂકની ફરિયાદ નોંધાવી હતી. દિલ્હી પોલીસ એ ફરિયાદ અંગે મહિલાનું કાઉન્સેલર સાથે કાઉન્સિલિંગ કરાયું હતું. કાઉન્સેલિંગ બાદ પીડિતાને દિલ્હીની હિન્દુરાવ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.

દિલ્હી પોલીસે શૂન્ય નંબર એફઆઈઆર, કાઉન્સેલિંગ રિપોર્ટ, ત્રણ દસ્તાવેજો અને મેડિકલ કીટ સવાઈ માધોપુર મોકલી હતી, જોકે દિલ્હી સદર બજાર પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પીડિતાને જ્યારે પુછપરછ કરવામાં આવી ત્યારે પીડિતાએ જણાવ્યું હતું કે ” રોહિત નશાની હાલતમાં તેને મારઝૂડ કરતો હતો. અને જ્યારે નશો ઉતરી જતો ત્યારે તે સારી સારી પ્રમ ભરી વાતો કરીને આવું નહિ કરું તેવા ખોટા સોગંદ ખાતો હતો.

તે મને બળજબરીપૂર્વક ફિલ્મ દેખાડતો હતો અને ફિલ્મ પ્રમાણે કરવાનું જણાવતો હતો. જ્યારે ના પાડતી ત્યારે તે મારા ઉપર દુષ્કર્મ આચરતો હતો. 2 એપ્રિલ 2021 ના રોજે તેણે મને દિલ્હીના bw ડાન્સક્લબ માં સાનિયા ચિકકુલ અને સ્વપ્નિલ જેવી સેલિબ્રિટી સામે ડાન્સ પણ કરાવ્યો હતો.

યુવતીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે રોહિત યુવતી અને તેના પિતાને હિસ્ટ્રીશીટર અને માફિયાઓ સાથે સંબંધ છે તેવું કેહતો હતો આથી યુવતીના બધા જ ડોક્યુમેન્ટ તેની પાસે રાખતો હતો. રોહિતે યુવતીને જયપુરની હોટલ, પોતાના ફ્રેન્ડ સ્વપ્નિલની ઓફિસ તેમજ અન્ય એક ફાર્મ હાઉસ પર લઈ જઈને તેના ઉપર દુષ્કર્મ કર્યું હતું. દિલ્હી રાજસ્થાન સહિત અન્ય કેટલાક સ્થળોની હોટેલ માં યુવતીને લઇ જઇ ને તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું

ઘટના સામે આવ્યા બાદ કેટલાક લોકોએ પીડિતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તસવીરો સાથે વાંધાજનક ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી. પીડિતાએ દિલ્હી ડીસીપી (ઉત્તર)ને ફરિયાદ કરી છે.ફરિયાદમાં સરફરાઝ અબ્બાસી, રાજેશ મીના, ચન્ના, નાવેદ રઝા, નુઝેબ ખાનના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મંત્રી મહેશ જોશીએ કહ્યું- હું જીવનભર સત્ય અને ન્યાય માટે અડગ રહ્યો છું. પોલીસે નિષ્પક્ષ તપાસ હાથ ધરી છે. હું હંમેશા ન્યાય અને સત્ય સાથે રહીશ.આ પ્રકરણમાં તમે જાણો છો એટલું હું જાણું છું. વધુ કહેવું યોગ્ય નથી

Leave a Reply

Your email address will not be published.