તું મારા દીકરાને જરા પણ પસંદ નથી અને તું લાયક પણ નથી, મારા ઘરમાંથી અત્યારે જ બહાર નીકળી જા નહિ તો…

પતિને વિદેશ જવાનું હોવાથી પરિણીતા પાસે દહેજ પેટે ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. મારા દીકરાને તો વિદેશમાં નોકરી લાગેલી છે, તારા પિતાએ કોઈ સ્ટેટસ પ્રમાણે દહેજ આપેલ નથી તેમ કહી અને સાસરિયાવાળાઓ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. એટલું જ નહિ તું મારા દીકરાને લાયક પણ નથી, મારા ઘર માંથી અત્યારે જ બહાર નીકળી જા. નહિ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અંતે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે.

વટવા વિસ્તારમાં રહેતી એક પરિણીતાના લગ્ન વર્ષ ૨૦૦૮માં સમાજના રિતી રિવાજ મુજબ થયા હતા. લગ્નના સાતેક મહિના સુધી પરિણીતાના સાસરીયાવાળાએ તેને સારી રીતે રાખેલી હતી. જોકે બાદમાં તેના પતિને કોઈ કારણોસર વિદેશ જવાનું હોવાથી પરિણીતાને પિયરમાંથી દહેજ પેટે ૧૦ લાખ રૂપિયા લઈ આવવા માટે દબાણ કરવામાં આવતું હતું.

જોકે પરિણીતા એ આટલા બધા રૂપિયા લઈ આવવાની ના પડતા જ તેના પતિએ તેને લાફો મારી અને બીભત્સ ગાળો આપી હતી. અને તેના સાસુ સસરા પણ તારો બાપ આમ પણ ભિખારી છે, મારો દીકરો વિદેશમાં નોકરી કરે છે છતાં તેના સ્ટેટસ પ્રમાણે દહેજ આપી નથી તેમ કહી અને તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.

પરિણીતાનો પતિ વિદેશ ગયા બાદ તેના બાળક પર અને તેના પર કોઈ ધ્યાન આપતા ના હતા. અને ખોટા શક વહેમ કર્યા રાખતા હતા. જ્યારે તેના સાસુ તેને કહેતા રહેતા હતા કે તું મારા દીકરા ને લાયક જ નથી, મારા ઘર માંથી અત્યારે જ બહાર નીકળી જા…નહિ તો તને જાન થી મારી નાંખીશ.

પરિણીતાના ઝઘડામાં તેના પાડોશી પણ વચ્ચે પડીને તેના પર હાથ પણ ઉપાડતા હતા અને પરિણીતા તેના પિયરમાં આવી ગઈ હતી. અને અંતે કંટાળીને આ બાબતની જાણ પોલીસને કરતા મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.