હવે આગામી સમયની વાત કરીએ તો ચોમાસું થોડા સમયમાં ગુજરાત આવી શકે છે. હવે વરસાદની શરૂઆત થતા ખેડૂતો નવા પાક ઉગાડવામાં સક્ષમ બનશે. મહેસાણાના માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ તો હાલના સમયમાં 1650 જેટલી અનાજની બોરી વેચાઈ ગઈ હતી. એરંડો, રઈ, રજકો, સવા, ગવાર, ઘઉ, બાજરી વગેરે જેવા પાકોની 1650 જેટલી બોરીઓની મહેસાણાના ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિમાં છુટ્ટી હરાજી કરવામાં આવી હતી.
પ્રતિ ૨૦ કિલોએ રજકોબી નો ભાવ રૂપિયા 4430 જોવા મળ્યા હતા. હાલના સમયની વાત કરીએ તો અત્યારે એરંડો રાયડો અને અજમો વધારે પ્રમાણમાં ઉત્પાદન થાય છે. મહેસાણાની ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિમાં પાક અનુસાર આવકની વાત કરીએ તો દિવેલાની રુ 1073 બોરી, રાયડાની રુ 226 બોરી, અજમાની રુ 184 બોરી જોંવા મળી હતી. આ બધા જ રોકડિયા પાક મહત્તમ સપાટીએ જઈ રહ્યા છે.
આ વર્ષે ખેતીવાડી ઉત્પાદન માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પાક નો સારો એવો ભાવ મળ્યો હતો. આથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. હાલના સમયની વાત કરીએ તો એરંડો, રાયડો અને અજમો વધારે પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ગ્રામીણ તંત્ર ફરી એકવાર ધમધમતું બન્યું છે. આવનાર સમયમાં રાજકોબી ના ઉત્પાદનમાં પણ વધારો થશે. મહેસાણા ગંજ માર્કેટમાં અનાજના ભાવ ની વાત કરીએ તો 20 કિલો ઘઉં ની કિંમત 513 રૂપિયા, બાજરીઓ ભાવ 425 રૂપિયા, ગવારનો ભાવ 1050 રૂપિયા, સવાનો ભાવ 1545 રૂપિયા જોવા મળ્યો હતો. આવનાર સમયમાં ગંજ માર્કેટ માં આ બધા ના ભાવ વધવાની શક્યતા છે.