અમદાવાદ અકસ્માત માં દંપતીનું આઘાતજનક મોત. ટુ-વ્હીલર પર સવાર દંપતીને કારે ટક્કર મારી હતી અને બંને સીધા પુલ પરથી પડી ગયા હતા. આ ક્ષણ ત્યાં હાજર લોકો માટે પણ આ ઘટના ચોંકાવનારી બની ગઈ. અમદાવાદના સોલા બ્રિજ પર શનિવારે રાત્રે અંધારામાં ઘરે પરત ફરતી વખતે દંપતીનું મોત થયું હતું. ચાંદખેડા નિવાસી દંપતી દ્વારકેશભાઈ અને તેમના પત્ની જુલીબેન ટુ વ્હીલર લઈને તેમના ઘરે જઈ રહ્યા હતા. સોલા બ્રિજ પર તેમની ટુ વિલર એ સ્વીફ્ટ કારે ટક્કર મારી હતી.
જેમાં દંપતી પુલ પરથી નીચે પટકાયું હતું. દંપતીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું, પરંતુ બંનેનું કરૂણ મોત નીપજ્યું હતું. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, ભગવાન કોઈની સાથે આવું ન કરે. નવદંપતીના લગ્ન બે મહિના પહેલા જ થયા હતા. બે મહિનાની વર્ષગાંઠની ઉજવણી કરવા બહાર ગયા હતા અને અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ચાંદખેડા વિસ્તારના નિવૃત પોલીસ અધિકારીના પુત્ર દ્વારકેશ વાણિયા અને તેની પત્ની જુલી વાણિયાના લગ્ન બે મહિના પહેલા જ થયા હતા. શનિવારે તેમના લગ્નને બે મહિના થયા હતા, તેથી સવારથી જ દંપતી ખુશ હતા. તેણે આ ક્ષણની યાદમાં એક પાર્ટી યોજવાનું નક્કી કર્યું. તેથી તેઓ તેમની બે મહિનાની એનિવર્સરી ની ઉજવણી કરવા નીકળ્યા. દંપતી પાર્ટી પતાવી ને પછી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સોલા બ્રિજ પર એક સ્વિફ્ટ કાર તેમના વાહન સાથે અથડાઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે દંપતી પુલ પરથી નીચે પડી ગયું. દંપતીનું આઘાતજનક મૃત્યુ થયું હતું.ટુ-વ્હીલર પર સવાર દંપતીને કારે ટક્કર મારી હતી અને બંને સીધા પુલ પરથી પડી ગયા હતા. આ ક્ષણ ત્યાં હાજર લોકો માટે પણ ચોંકાવનારી બની ગઈ. સ્વીફ્ટ કાર અથડાતા કાર સ્લીપ થઈ ગઈ હતી. જોકે ચાલક નાસી છૂટ્યો હતો. અકસ્માતમાં દંપતીને મારનાર ડ્રાઈવર વેજલપુર વિસ્તારનો રહેવાસી હોવાનું કહેવાય છે.