સમાચાર

કુતરાના ડરેથી 80 ફૂટના ઊંડા બોરવેલમાં પડી ગયો, 8 કલાક સુધી બચાવ અભયાન બાદ ઋત્વિકને બહાર કાઠ્યો છતાં પણ જીવ બચી શક્યો નહિ

પંજાબના હોશિયારપુર જિલ્લામાં ગદ્દી વાલા વિસ્તારમાં બહેરામપુર ચંબોવાલ ગામમાં એક નાનો બાળક બોરવેલમાં પડી ગયો હતો અને ઋત્વિક ને તેમ છતાં બચાવી શકાયો ન હતો. ત્યાં પહોંચી ગયેલ છે ના અને એનડીઆરએફે આઠ કલાક ખૂબ જ મહેનત કરી અને છ વર્ષના બાળકને બોરવેલ માંથી બહાર કર્યો અને ગંભીર સ્થિતિમાં તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો તેમ છતાં તેને ત્યાં મૃત જાહેર કરી દેવામાં આવ્યો.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ પીડિત પરિવારને વહીવટીતંત્રને જણાવ્યું કે તેમને તાત્કાલિક બે લાખ રૂપિયાની રાહત આપો એમ સી એમ માને સોશિયલ મીડિયા ઉપર આ પીડિત પરિવાર માટે સંવેદના પણ વ્યક્ત કરી હતી. જ્યારે તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યારે ડોક્ટરે જણાવ્યું કે વૈશ્વિક ને બોરવેલ માંથી બહાર કાઢવામાં આવ્યો તેના આશરે એક કલાક પહેલાં જ તેનું મોત થઈ ગયું હતું આમ તેને કૃત્રિમ શ્વાસ આપવાનો પણ પ્રયત્ન કર્યો અને ઇન્જેક્શન પણ આપ્યું પરંતુ શરીરમાં કોઈ જ હલચલ ન જણાઈ એમ ઋત્વિકને મૃત જાહેર કર્યો.

ઋત્વિક ના માતા પિતા ખેતરમાં કામ કરતા હતા ત્યારે એક કૂતરો ઋત્વિક ની પાછળ દોડ્યો હતો ત્યારે તે ચીસો પાડીને બોરવેલ તરફ ભાગ્યો હતો અને તે અચાનક જ બોરવેલમાં પડી ગયો હતો આમ નજીકના ખેતરોમાં કામ કરતા અનેક લોકોએ ઋત્વિક ની બુમો સાંભળી હતી અને તે લોકોએ કુતરા ભગાડવા માટે અવાજ પણ કર્યો હતો પરંતુ પૃથ્વી તેમની સામે જ બોરવેલમાં પડી ગયો હતો આમ તે જોઈને સાવચેત થઇ ગયેલા લોકો તાત્કાલિક રીતે આસપાસના લોકો જે કામ કરતા હતા અને ગામના લોકો બધા જ ભેગા થઈ ગયા હતા

કુતરાથી બચવા માટે ઋત્વિક દોડતા દોડતા ખેતરમાં આવેલ બોરવેલની અઢી ફૂટ ઊંચી પાઇપ ઉપર ચડી ગયો હતો અને ત્યાં પહોંચીને જ તે બોરવેલમાં પડી ગયો હતો ત્યાં બેઠો હતો ત્યાં ધીમે ધીમે પાણી આવતું હતું ત્યાં સુધી તે પહોંચી ગયો હતો અને કલાકો સુધી સતત પાણીમાં રહેવાને લીધે બાળકના હાથ પગ પણ સફેદ થઈ ગયા હતા.

બાળકને બહાર કાઢવા માટે બે રીત અપનાવવામાં આવી હતી. જેસીબી મશીન વડે ખેતરમાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે બીજી તરફ બોરવેલમાં દોરડાની મદદથી બાળક સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આખરે દોરડાની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે, બાળકને બચાવવા માટે કઈ ટેકનિકનો ઉપયોગ કરવો તે નક્કી કરવામાં બચાવ ટીમને લગભગ ત્રણ કલાક લાગ્યા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર બોરવેલ પર કોઈ કોંક્રિટ કવર નહોતું.

કેમેરાથી કોઈ હિલચાલ જોવા મળી નથી બાળકની સ્થિતિ જાણવા માટે બોરવેલમાં કેમેરા લગાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તે બેભાન જોવા મળ્યો હતો. તેને બચાવવા માટે સેનાની વિશેષ ટીમ બોલાવવામાં આવી હતી. એનડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવી હતી. ઘિયાળા ગામના એક મજૂરનો પુત્ર માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહેવાય છે.

થોડીવાર અવાજ આવતો રહ્યો, પછી બંધ થઈ ગયો ઘટનાની માહિતી મળતાં જ સામાજિક સંસ્થાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તરત જ ઓક્સિજન સિલિન્ડર મંગાવીને બોરવેલની અંદર ઓક્સિજન ગેસ છોડ્યો હતો જેથી બાળકને શ્વાસ લેવામાં તકલીફ ન પડે. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે, ઘટના બાદ થોડા સમય સુધી બોરવેલમાંથી તેનો અવાજ આવતો રહ્યો. તે મદદ માટે બૂમો પાડી રહ્યો હતો. પણ થોડી વાર પછી તેનો અવાજ આવતો બંધ થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published.