ચેતવણી સમાન કિસ્સો!! બાળકોને રેપર સહીત ચોકલેટ આપતા માતા-પિતા થઇ જાવ હવે સાવધાન!! આ કિસ્સો સંભાળીને તમે પણ ચોકી જશો
કર્ણાટકના ઉડ્ડુપી જિલ્લા માં બુધવારના રોજ એક સોકાવારી ઘટના બની હતી જ્યાં છ વર્ષની નાની બાળકીને ગળામાં ચોકલેટ ફસાઈ જતા તેનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના જાણીને આસપાસના વિસ્તારમાં ખળબળાટ મચી ગયો હતો ત્યારે પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ છ વર્ષની બાળકી પોતાના ઘરેથી સ્કૂલ બસમાં ચડવા ચડવાની હતી અને ત્યારે જ…
આ છ વર્ષની બાળકીનું નામ સામન્ય પૂજારી છે જે સવારે સ્કૂલે જવા માટે તૈયાર થતી નથી તેના માટે માતા-પિતા અને ઘરના સભ્યોએ તેને જેમ તેમ મનાવીને સ્કૂલે મોકલી દીધી ત્યારે માતાએ સામન્ય ને ચોકલેટ આપી હતી અને ત્યારે જ સ્કૂલમાં આવી એટલે સામન્યએ રેપર સહિત ચોકલેટને મોઢામાં મૂકી દીધી હતી અને બાદમાં શ્વાસ રૂંધાઇ જતા તે સ્કૂલ બસમાં જ બેભાન થઈને પડી ગઈ હતી.
બેભાન હાલતમાં માસુમ બાળકી ને લઈને બસનો ડ્રાઇવર અને પરિવારના સભ્યોએ સામનવી ને ભાનમાં લાવવા માટે ઘણા પ્રયાસો કર્યા પરંતુ તે બેભાન થઈ રહી હતી એટલે પરિવારના લોકોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ પહોંચી ગયા પરંતુ તબીબે તેને મૃત જાહેર કરી.
આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ અધિકારી કહેવું છે કે માસુમ બાળકોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ શું છે તે જાણવા મળી શકે છે આ ઘટના બનતા જ સ્કૂલમાં પણ સૌ કોઈ અચંભીત થઈ ગયા હતા અને સ્કૂલમાં પણ રજા જાહેર કરી દીધી હતી. સમન્વી વિવેકાનંદ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી હતી.