માતા પિતા માટે ચેતવણી સમાન કિસ્સો, જો તમારું બાળક પણ ટ્યુશન ક્લાસમાં જાય છે તો આ કિસ્સો ખાસ વાંચજો, શિક્ષકે વિદ્યાર્થીની ને સ્પેલિંગ પાકા કરવાના બહાને કર્યું એવું કે…
શિક્ષક વિદ્યાર્થીનો ફરી એક વખત સંબંધ લજવાયો છે જ્યાં શિક્ષકે વિદ્યાર્થીને રૂમમાં એકલી જોઈને સ્પેલિંગ શીખવાડવાના બહાને છેડતી કરતા સમગ્ર ઘટના અત્યારે ચકચાર બની છે અત્યારે આવા કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે જેના કારણે માતા-પિતા હોય આનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી બની ગયું છે, આવી ઘટના થી અત્યારે સાવધાન રહેવાની જરૂર છે તો ચાલો તમને જણાવી દઈએ આ ક્યાં બની સમગ્ર ઘટના અને શું હતું.
શંખેશ્વર ખાતે ટ્યુશન ક્લાસ ચલાવતા એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓનો એકલતાનો લાભ લેવાનો અત્યારે કિસ્સો સામે આવ્યો છે જ્યાં વિદ્યાર્થીની સાથે શારીરિક શેર કરતાં સમગ્ર ઘટના અત્યારે શંખેશ્વર જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં ચર્ચા બની છે ઘટનાને કારણે લોકો અત્યારે ખૂબ જ રોષે ભરાયા છે અને મોટો હોબાળો મચાવી દીધો છે પોલીસ ફરિયાદ થી શિક્ષક મોબાઈલ બંધ કરીને ઘરેથી રફુ ચક્કર થઈ ગયો છે જ્યારે પોલીસ કર્મચારીઓ કડકમાં કડક તપાસ કરી અને શોધખોળ કરી રહી છે.
શંખેશ્વર ના મૂળ વતની જે હાલમાં રાધનપુર રહેતા પરિવારની ફક્ત 11 વર્ષની દીકરી છેલ્લા એકાદ મહિનાથી શંખેશ્વર ખાતે આવેલા પ્લોટવાસમાં ટ્યુશન ક્લાસમાં જતી હતી અને ત્યારે 27 સપ્ટેમ્બર ના રોજ મંગળવારના છ વાગે આસપાસ વિદ્યાર્થી ટ્યુશન ક્લાસ પહોંચી હતી અને ત્યાં અન્ય વિદ્યાર્થી આવેલા ન હોવાને કારણે વિદ્યાર્થીની પગથિયા ઉતરરી ને ઓટલા પર નીચે બેઠી હતી ત્યારે ટ્યુશન ક્લાસ ચલાવતો શિક્ષક જલાભાઇ નાડોદા ઉપર બેસવા જણાવી તે પણ ક્લાસમાં આવી ગયા હતા અને વિદ્યાર્થીને સ્પેલિંગ પાકા કરવા આપી દીધા હતા.
થોડીક જ વારમાં શિક્ષકે બાજુમાં આવીને બેસી ગયો અને વિદ્યાર્થીની સાથે શારીરિક છેડછાડ કરવાનું શરૂ કરી દીધો હતો ગભરાયેલી વિદ્યાર્થીની તરત જ ઘરે ભાગી ગઈ હતી અને આ સમગ્ર ઘટનાની જાણ તેના દાદા દાદીને કરી નાખી હતી આખી ઘટના શું બની રહ્યું છે તે બધું જ કહી દીધું અને બાદમાં પોલીસ ફરિયાદ પણ પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી.
પોલીસના સૂત્રો તે જણાવ્યું હતું કે વિદ્યાર્થી ની તેના દાદા અને દાદી સાથે શંખેશ્વરમાં રહી પ્રાથમિક શાળામાં સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે જ્યારે તેના માતા પિતા અને બીજી બહેનો રાધનપુર ખાતે રહે છે ફોનથી જાણ કરતા માતા-પિતા તાત્કાલિક ધોરણે શંખેશ્વર ખાતે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે ટ્યુશન ક્લાસ ટીચર સામે ફરિયાદ નોંધાવી અને પરિવારજનોએ મોટો ઓબાળો મચાવી દીધો હતો.