માતાજીની મૂર્તિ વિસર્જન કરવા યુવાનો નદીમાં આગળ વધ્યા અને અચાનક જ આ છ એ યુવાનો સાથે બની એવી ઘટના કે એક પછી એક બધાના જીવ ચાલ્યા ગયા… આ ઘટનાથી આખું ગામ ધ્રુજી ઉઠ્યું…

રાજસ્થાનના અજમેરમાંથી અત્યારે એક કમ કમાટી ભરી ઘટના સામે આવી છે જ્યાં એક યુવકને બચાવવા જતા એકની પાછળ એક જેવા અન્ય પાંચ યુવકના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે જેને લઇને આખા રાજ્યમાં આના ભણકારા ભાગી રહ્યા છે ગામજનોના 25 જેટલા યુવાનો નવરાત્રી સમાપ્ત થયા પછી માતાજીની મૂર્તિ વિસર્જન કરવા માટે ગામની નદી કિનારે ગયા હતા અને ત્યારે અચાનક જ તેમની સાથે બન્યું એવું કે…

રાજસ્થાનના અજમેર માંથી નંદાજી થાણી ગામના 25 જેટલા યુવાનો બુધવારના રોજ બપોરે 3:30 કલાકે આસપાસ માતાજીની મૂર્તિ લઈને નદી કિનારે પધરાવા જઈ રહ્યા હતા અને આ સમયગાળા દરમિયાન નદીમાં આગળ વધી રહ્યા હતા જ્યાં અન્ય છ યુવાનો પોતે માતાજીની મૂર્તિ લઈને આગળ ધીમે ધીમે વધી રહ્યાં હતા જેમાં આ છ યુવાનો પવન રાહુલ લકી ગજેન્દ્ર શંકર રાહુલ હતા. આ છયે યુવાનને ત્યાં ખબર હતી કે નદીની અંદર અચાનક જ મોટો ખાડો આવશે અને તેમની સાથે આ ઘટના બનશે.

માતાજીની મૂર્તિ વિસર્જન કર્યા બાદ આ છ યુવાનો નદીની અંદર મસ્તી કરવા લાગ્યા હતા અને અચાનક જ એક યુવકનો પગ લપસતાં નદીના ઊંડા ખાડા ની અંદર પડી ગયો હતો અને બાદમાં આ યુવાન ડુવા લાગ્યો સાથે મિત્રને ડૂબતા જોઈને એક પછી એક યુવાનો તેને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા અને નદીમાં આ ઊંડો ખાડો એટલો મોટો હતો કે આ છ યુવાનો એક પછી એક ડુબા લાગ્યા જાણે આ યુવાનોને સામે યમરાજ દેખાઈ ગયા હોય તેવું લાગી રહ્યું હતું.

આ સમગ્ર ઘટના દરમિયાન છ યુવાનોના મૃત્યુ થયા હતા, માતાજીના મૂર્તિ વિસર્જનમાં અન્ય ગ્રામજનો પણ અહીં ઉપસ્થિત હતા અને મૂર્તિ વિસર્જનના પર્વ ઉપર લોકો વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે આ સમગ્ર ઘટના વીડિયોમાં પણ કેપ્ચર થઈ ગઈ છે જ્યાં એક યુવાનના ડુબીયા બાદ એક પછી એક પાંચ યુવાનો કેવી રીતે પાણીની અંદર ડૂબીયા તે સમગ્ર ઘટના અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ ચાર વર્ષ પહેલા પણ આવી જ એક ઘટના સામે આવી હતી જ્યાં મૂર્તિ વિસર્જન દરમિયાન એક યુવકનું આવી રીતે જ આ ખાડામાં પડતા મૃત્યુ થયું હતું ત્યારે અત્યારે જિલ્લાના કલેકટરને આનું આવેદનપત્ર આપતા જણાવ્યું કે આ નદીનો ખાડો પુરાઈ જાય જેના કારણે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને કે કોઈ જાનહાની ન થાય તેને લઈને સરપંચે પત્ર પણ લખ્યો છે.

પરિવારજનોમાં પોતાના દીકરાઓને આવી રીતે કમ કમાટે ભર્યું મોત મળ્યું છે તેની જાણ થતા તો પરિવારના લોકો તો આખા હજમચી ઉઠ્યા હતા, પરિવારના લોકો તો રોઈ રોઈને અડધા થઈ ગયા હતા, પોતાના દીકરા સાથે આવી ઘટના બની જેને લઈને આખું ગામ અત્યારે શોકમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *