સમાચાર

કમોસમી વરસાદ બાદ આ વિસ્તારમાં પડશે ઠંડી, આ જિલ્લામાં તો આપ્યું યેલો એલર્ટ

ગુજરાતમાં આજકાલ ઠંડીનો પારો વધુ જોવા મળી રહ્યો છે કમોસમી માવઠાને લીધે શહેરના લોકોને હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડ્યો છે ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ ઠંડીનો પારો વધારે જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં 10 ડીગ્રીની આસપાસ તાપમાનનો પારો જોવા મળશે. આથી આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની પૂરેપૂરી શક્યતા દેખાડવામાં આવી છે. કચ્છમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસમાં મુંબઈમાં કમોસમી માવઠા થવાની સંભાવના દર્શાવવામાં આવી છે કાંદીવલી બોરીવલી સાન્તાક્રુઝ જેવા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો આથી લોકોને ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં આ વિસ્તારમાં પડ્યો હતો વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતના 16 તાલુકામાં માવઠું પડયું હતું. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 1.5 ઈંચ, ભાણવડ-પોરબંદરમાં 1 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-પોરબંદરના રાણાવાવ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અન્યત્ર જામનગરના લાલપુર-જામજોધપુર-કાલાવડ, ભરૂચના નેત્રંગ, તાપીના કુકરમુંડા, બનાસકાંઠાના થરાદ, કચ્છના મુન્દ્રા-માંડવી, પોરબંદરના કુતિયાણા, નર્મદાના ગરુડેશ્વરમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો.

રાજ્યના મુખ્ય શહેરના લધુતમ તાપમાન પર નજર કરીએ તો અમદાવાદ- લધુતમ તાપમાન 10 ડિગ્રી ગાંધીનગર –લઘુતમ તાપમાન – 8 ડિગ્રી વડોદરા – લઘુતમ તાપમાન -10 ડિગ્રી રાજકોટ – લઘુતમ તાપમાન – 10 ડિગ્રી જામનગર –લઘુતમ તાપમાન – 12 ડિગ્રી મહેસાણા – લધુત્તમ તાપમાન – 8 ડિગ્રી સુરત – લઘુતમ તાપમાન -12 ડિગ્રી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *