સમાચાર

નોકરીની સામે કરી નફ્ફટ માંગ, મહિલાને કહ્યું, મેં તને નોકરી અપાવી છે ને તો હવે તું મને…

આ વાત છે એક ઇન્ચાર્જ સુપરવાઇઝરની અને એક મહિલાની…આ ઇન્ચાર્જ સુપરવાઇઝર આમ તો દુનિયાની દ્રષ્ટીએ બહુ સજ્જન હતો..પણ તેણે એક યુવતીને નોકરી અપાવીને ત્યારબાદ ન પૂછવા જેવું પૂછી નાખ્યું. નફ્ફટાઇપૂર્વક તેણે પૂછ્યું કે મેં તને નોકરી અપાવી છે, તો તુ મને શું આપીશ. આ વંઠેલ સુપરવાઇઝરની આ ઘટના સામે આવી છે વાપીથી.

જ્યાં એક કંપનીમાં કામ કરતી યુવતીએ વાપી પોલીસમાં તેની કંપની ઈન્ચાર્જ સામે ફરિયાદ દાખલ કરાવી છે. મળતી માહિતી મુજબ 26 વર્ષીય યુવતી જે પરિણીત છે 1 મહિના
અગાઉ વાપીની મોરાઈની કંપનીમાં નોકરીએ લાગી આજ કંપનીમાં દમણનો સમાધાન ધુલે નામનો વ્યકિત મહિલાની કંપનીમાં ઈન્ચાર્જ તરીકે કામ કરતો ડિસેમ્બર મહિનાના અંતમાં યુવતી પ્રોસેસિંગ વિભાગમાં વર્કરોની એટેન્ડન્સ લેવા ગઈ ત્યારે સમાધાન ધુલે ત્યાં આવ્યો તેણે યુવતીને બિઝનેસ સેન્ટર રૂમમાં બોલાવી હતી.

જે બાદ આઉટડોર પાસે આવેલ દાદરા પાસે મહિલાને લઈ ગયો હતો, જ્યા આ શખ્સે યુવતીના શરીર પર હાથ ફેરવવાની શરૂઆત કરી ગભરાયેલી યુવતી ત્યાંથી ભાગી અને ત્યારબાદ બે દિવસ સુધી ઓફિસ ન આવી આ અગાઉ પણ ઈન્ચાર્જે પરણિત યુવતીને એકાંતમાં પૂછ્યુ હતું કે, મેં તારી નોકરીનું કર્યું તો તું મારા માટે પર્સનલી શું કરીશ આમ, ઈન્ચાર્જ શખ્સે વારંવાર આ યુવતીની છેડતી કરી હતી.

યુવતીએ પોતાના ઘરે તેના પતિને તમામ વાત જણાવી જેથી હિંમત કરીને યુવતીએ ઓફિસના ઉપરી અધિકારીઓને ઈન્ચાર્જ શખ્સે કરેલી છેડતી વિશે વાત જણાવી પણ ઉપરી અધિકારીઓએ આ વિશે કોઈ પગલા ન લેતા અંતે યુવતીએ વાપી પોલીસમાં પોતાની આપવીતિ જણાવીને પોલીસને ફરિયાદ આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *