મેઘા નક્ષત્રની શરૂઆત આ તારીખથી થશે જાણો રાજ્યમાં કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે અને આગામી 48 કલાક કયા વિસ્તાર માટે ખૂબ જ ભારે…

રાજ્યમાં અત્યારે ચારે તરફ વરસાદના પાણી જોવા મળી રહ્યા છે અત્યારે આગામી 48 કલાક સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરી દીધા છે, હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

તેની વચ્ચે 17 ઓગસ્ટ ના રોજ મઘા નક્ષત્રની શરૂઆત થઈ રહી છે, પુષ્પ અને આશ્લેષણ નક્ષત્ર પછી 17 ઓગસ્ટના રોજ સવારના પોરમાં મઘા નક્ષત્રની શરૂઆત થશે જેના કારણે વૃષ્ટિ થતી હોય એટલે કે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે ખૂબ જ સારા એવા વરસાદ જોવા મળી શકે છે. મિત્રો તમને જણાવી દઈએ તો મઘા નક્ષત્ર માં વરસાદ પડવાથી ખેડૂતોમાં ખૂબ જ સારું ગણાતું હોય છે.

મઘા નક્ષત્રમાં વરસતા પાણી ખેડૂતો માટે સોના સમાન ગણાત હોય છે એવું પણ કહેવામાં આવે છે કે મઘા નક્ષત્રમાં વરસતા વરસાદ અને કારણે પાક ખૂબ જ સારો એવો થાય છે અને ધનના ઢગલા થાય છે નક્ષત્રમાં ખૂબ જ સારો વરસાદ પડવાની શક્યતા હોય છે.

આ વચ્ચે તમને જણાવી દઈએ તો રાજ્યમાં અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે આગામી 48 કલાક રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે તેવી હવન વિભાગે આગાહી પણ જાહેર કરી છે.

મિત્રો તમને જણાવી દઈએ તો હવે મને વિભાગે આગામી 48 કલાક માટે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ જાહેર કરી દીધા છે બીજી બાજુ છેલ્લા 24 કલાક દરમિયાન ૨૨૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણામાં નોંધાયો છે જ્યાં 8.68 ઇંચ વરસાદ ખાબક્યો છે.

જ્યારે બીજી તરફ તાપીના વ્યારામાં 8.16 ઈંચ ડોલવણ અને બારડોલીમાં 6.88 ઇંચ વરસાદ તાપીના સોનગઢમાં 5.88 ઇંચ વરસાદ નોંધાયો છે મેઘરાજા જાણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર ક્રોધિત હોય તે રીતે અત્યારે ભરસી રહ્યા છે અને આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *