સૌરાષ્ટ્ર માં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આગામી પાંચ દિવસ હજી અત્યંત ભારે વરસાદની આગાહી… રાજ્યમાં આગામી પાંચ દિવસ મેઘરાજા આ વિસ્તારમાં મન મૂકીને વરસશે…

રાજ્યમાં આગામી પાંચ દિવસ મેઘરાજા મન મૂકીને વર્ષ હશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસો માં ભારે વરસાદ પડી શકે છે 7 ઓગસ્ટ થી લઈને 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં અત્યંત ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે જેમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.

સુરત વલસાડ તાપી નવસારી દમણ દાદરા નગર હવેલી આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે જ્યારે જામનગર રાજકોટ પોરબંદર દ્વારકા વિસ્તારમાં અતિ ભારે વરસાદ ની આગાહી છે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે 9 ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વૈજ્ઞાનિક વીજીનલાલ જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા લોકેશનને કારણે રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે, બીજી તરફ છેલ્લા 24 કલાક દરમિયાન 32 જિલ્લાઓમાં 190 તાલુકામાં વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ માં 120 એમએમ નોંધાયો હતો.

રાજ્યમાં અત્યાર સુધીના સીઝનનો 75 ટકા વરસાદ વરસી ચુક્યો છે જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં વર્ષોથી છે 121% નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં 62 ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં 65 ટકા અને સૌરાષ્ટ્રમાં 67 ટકા વરસાદ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં 86% વરસાદની નોંધણી થઈ છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 32 જિલ્લાઓમાં 190 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં 120 mm વરસાદ નોંધાયો છે અને આજ સવારથી જ ઉપલેટા તેમજ અન્ય વિસ્તારોમાં મેઘરાજા ધોધમારશી રહ્યા છે અને ખેતરમાં પાણી પણ ભરાઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *