મેઘરાજા આ વિસ્તારમાં તાંડવ મચાવા તૈયાર, 7 ઓગસ્ટ થી લઈને 9 ઓગસ્ટ સુધી ભુક્કા બોલાવી નાખે તેવી આગાહી… Gujarat Trend Team, August 7, 2022 આગામી દિવસોમાં મેઘરાજા ગુજરાતમાં પોતાનું રોદ્ર બતાવો તૈયાર થઈ રહ્યા છે, રવિવારથી આગામી ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં મેઘ તાંડવ થઈ શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી જાહેર કરવામાં આવી છે રાજ્યમાં આજથી જ વરસાદનું જોર વધશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે આગામી દિવસ હજુ ભારે સાબિત થઈ શકે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વરસાદનું જોર વધી શકે તેવી પણ શક્યતા દાખલમાં આવી છે. તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા 7 ઓગસ્ટ થી લઈને 10 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સુરત વલસાડ નવસારી દાદરા નગર હવેલી દમણ જેવો વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે પોરબંદર દ્વારકા રાજકોટ જામનગર જેવા વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરાઈ છે. તમને જણાવી દે તો રવિવારના રોજ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આઠ ઓગસ્ટના રોજ રાજ્યના પાંચ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરાઈ છે. મંગળવારના રોજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના સાર્વત્રિક મોટાભાગના જિલ્લા તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ શહીદ અમદાવાદમાં ભારે થી અતિ ભારે વરસાદ જોવા મળી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. સમાચાર