આગામી 48 કલાક રાજ્ય માટે ખૂબ જ ભારે, મેઘરાજા ગમે ત્યારે વાતાવરણમાં પલટો લાવીને ધમડાસટી બોલાવી શકે છે, આગામી સમયમાં કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળશે… -જાણો

હવામાન વિભાગે ચાર દિવસની આગાહી જાહેર કરી હતી જેમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં સામાન્ય વરસાદે થી લઈને મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો. વાતાવરણમાં ગઈકાલે સાંજે આવવાથી રાજકોટના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો જેમાં ફક્ત અડધી જ કલાકમાં એક ઇંચ વરસાદ ખબક્યો હતો.

વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગરમી અને બફારાથી લોકોને રાહત થઈ હતી બીજી તરફ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે બીજી તરફ ધારી અને રાજુલા તાલુકામાં પણ ભારે વરસાદી ઝાપટા નોંધાયા હતા. સાવરકુંડલાના ફીફાદ ગામે તો વીજળી પડતા ખેતરમાં કામ કરતા ખેડૂતનુ મૃત્યુ પણ થયું હતું.

રાજકોટમાં સાંધરના પાંચ વાગ્યે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ ઘેરાયું હતું વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ એ રમઝટ બોલાવી દીધી હતી મેઘરાજાએ ફક્ત અડધી જ કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે વેસ્ટ ઝોનમાં 21 મીમી વરસાદ નોંધાયો હતો સેન્ટ્રલ ઝોનમાં ત્રણ મીમી વરસાદ નોંધાયો.

જ્યારે ભુમેશ્વર જામનગર રોડ માધાપર ચોકડી વિસ્તાર સહિત ભારે વરસાદી ઝાપટા નોંધાયા હતા જેના કારણે વાહન ચાલકોને પણ પાણી ભરાતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિસ્તારમાં બપોર પછી એક ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં પાણી નીકળી ગયા હતા. ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા.

ત્યારે હજુ પણ આગામી બે દિવસ હવન વિભાગે વરસાદની આગાહી જાહેર કરી છે ત્યારે જોવાનું રહેશે કે મેઘરાજા હજી કેટલી કહેર વરસાવી શકે છે આગામી બે દિવસ ખાસ કરીને દક્ષિણ ગુજરાતી થી લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદથી લઈને મધ્યમ વરસાદ વરસાવી શકે તેવી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.