આગામી બે દિવસ મેઘરાજા બતાવી શકે છે પોતાનું અસલી સ્વરૂપ, જાણો કેટલો વરસાદ વરસ્યો સમગ્ર રાજ્યમાં…

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને કારણે હાલ લોકોને ખૂબ જ સારા હાલત નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં સરેરાશ 54% જેટલો વરસાદ વરસ્યો છે વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો હતો જ્યાં 10 ઇંચ નોંધાય છે આ સહિત 105 તાલુકામાં ગઈકાલે વરસાદ નોંધાયો હતો તેના અહેવાલો સામે આવી રહ્યા છે.

રાજ્યના સ્ટેટ્સ ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ 15 જુલાઈ સુધીના રોજ 24 કલાક દરમિયાન કપરાડામાં 10 ઇંચ વરસાદ, ચીખલીમાં 244 મીમી, સુત્રાપાડામાં 240 મીમી, ધરમપુરમાં 212 મીમી, ગણદેવી માં 231 મીમી નવસારીમાં 211 આછા તાલુકામાં 8 ઇંચ થી વધારે વરસાદ નોંધાયો હતો.

જ્યારે જલાલપોર તાલુકામાં અત્યારે 188 વરસાદ નોંધાયો છે વાંસદામાં 167 વરસાદ ડોલવણમાં 119 મિમી ખેરગામમાં 165 વાપીમાં 155 મીમી ટોટલ પાંચ તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં છ ઇંચ થી વધારે વરસાદ ખાબખ્યો હતો. જ્યારે પારડીમાં 137 મીમી ડાંગ વઘઈમાં 130 મીમી માણાવદરમાં 127 વાવમાં 190 મીમી તળાવમાં 123મીમી વ્યારામાં 121મીમી વરસાદ બારડોલીમાં 104 મીમી વેરાવળમાં 105 મિ.મી વરસાદ નોંધાયો હતો.

આ સાથે વિભાગના નિષ્ણાત એવા અંબાલાલભાઈ પટેલે આગામી બે દિવસ માટે આગાહી જાહેર કરી છે તમને જણાવી દઈએ તો અંબાલાલ પટેલ એમ 15 જુલાઈ અને 16 જુલાઈ એ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે તેની આગાહી જાહેર કરી છે જ્યારે 17 જુલાઈ ના રોજ વરસાદનું જોર ધીમે ધીમે ઘટી જશે.

આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધ થઈ શકે તેવી હવામાન વિભાગના નિષ્ણાંતનું કહેવું છે આ સાથે દક્ષિણ ગુજરાતના સુરત ડાંગ તાપી વલસાડ વડોદરા નર્મદા જવા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું કે 17 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટી શકે તેવી શક્યતા છે અને 17 જુલાઈ બાદ ઉત્તર પ્રદેશમાં વરસાદ વધી શકે છે, મેઘરાજાનો બીજો રાઉન્ડ હવે 24 જુલાઈ થી લઈને 30 જુલાઈ સુધી માં બીજો રાઉન્ડ આવી શકે તેવી શક્યતા છે.

જો અત્યાર સુધીમાં વરસાદની ટકાવારી કાઢીએ તો સમગ્ર ગુજરાતમાં અત્યારે સરેરાશ 47 થી 50 ટકા સુધીનો વરસાદ ચુક્યો છે અને અલગ અલગ વિસ્તારની વાત કરીએ તો પૂર્વ મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં 37.92 ટકા વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં 26.25% વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં 57.36% વરસાદ જોવા મળ્યો છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ગયા વર્ષ કરતાં વધારે વરસાદ નોંધાયો છે અને ટકાવારીમાં પણ વરસાદ 37.23% નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published.