સમાચાર

મેઘરાજા ભીમ અગિયારસના દિવસે વરસ્યા, આ વિસ્તરોમાં પડ્યો આટલા ઇંચ વરસાદ -જાણો

હવામાન વિભાગે છેલ્લા અઠવાડિયાથી વરસાદ ની અલગ અલગ જિલ્લાઓમાં આગાહી કરી છે અને તે જ અનુસાર વિવિધ જિલ્લાઓમાં વરસાદ પણ શરૂ થઇ ગયો છે. અનુસાર સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના પણ અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર મેઘરાજા પધારી ગયા છે આમ ગુજરાતમાં હવે ધીમે ધીમે ચોમાસુ આગળ વધી રહ્યું છે.

તેમાં પણ ભીમ અગિયારસ હોવાથી તેનું મૂળ સાચવવા માટે મેઘરાજા આવી ગયા હતા અને હવામાન વિભાગે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના અમરેલી જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ જેવા વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અને મધ્ય ગુજરાતમાં આવેલા ગાંધીનગરમાં પણ વરસાદ પડેલો જોવા મળ્યો હતો. જ્યારે મધ્ય ગુજરાતના ગાંધીનગરમાં વરસાદ 54 મિમિ લઈને 1 મીમી જેટલો નોંધાવવામાં આવ્યો હતો.

જોવા મળે છે કે એસ જી હાઈવે પણ થોડા સમય માટે હળવો વરસાદ પડયો હતો અને અમુક જ વિસ્તારમાં વરસાદ પડતો જોવા મળ્યો હતો એસ.જી.હાઈવે ના વૈષ્ણોદેવી સહિતના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ આવવાના કારણે લોકોને ગરમીમાંથી ખૂબ જ રાહત મળી હતી અને તે લોકો ખૂબ જ ખુશ થઇ ગયા હતા. આમ ઘણા બધા સમયથી લોકો ગરમીથી ત્રસ્ત થઈ ગયા હતા.

તેમાં પણ અમદાવાદમાં તો ખૂબ જ ગરમી પડી રહી છે તેવામાં અમદાવાદના અમુક વિસ્તારમાં વરસાદ પડવાથી અમદાવાદીઓ ખુબ જ ખુશ થઇ ગયા હતા અને તે લોકો વરસાદમાં નાહવા માટે જતા રહ્યા હતા. આમ વરસાદ ના આધારે મેઘરાજાએ હવે પધરામણી કરેલી જોવા મળે છે અને વરસાદના પગલે ગરમીમાં થોડી રાહત મળશે તેના કારણે નગરજનો એ થોડો હાશકારો અનુભવ્યો હતો.

ગીર સોમનાથમાં 50 મીમી વરસાદ પડ્યો જ્યારે ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ૪૬ મિ.મી વરસાદ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા માં 35 મીમી વરસાદ અમરેલીમાં સાવરકુંડલા તાલુકામાં ૩૧ મિમી વરસાદ વલસાડના ધરમપુર તાલુકામાં ૨૨ મી.મી જયારે જૂનાગઢ જિલ્લામાં 21 મીમી વરસાદ ડાંગમાં 15 મીની વરસાદ પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.