દક્ષિણ ગુજરાતમાં મેઘો થયો ગાંડોતૂર, અનેક જગ્યાએ પાણી ભરાયા કેટલી તો જગ્યાએ વીજપોલ પણ તૂટી ગયા સાથે…

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતીમાં ખુબજ વાવાઝોડું ફુંકાયું હતું અને જોરદાર વરસાદ તૂટી પડયો હતો.નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે જેના કારણે રોડ અને રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે. ત્યાં જ નવસારી, ગણદેવી, ચીખલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ વરસાદ વરસશે.

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો ડાંગ વલસાડ તાપી અને સુરત માં ભારે વરસાદ થવાની સંભાવના છે. ૨૫થી ૨૬ જૂન દરમિયાન ભારે વરસાદ થઇ શકે છે. જો આજની વાત કરીએ તો આજે પણ સુરત જિલ્લામાં ખુબજ જોરદાર પવન સાથે વરસાદ ખાબક્યો હતો. બારડોલી પલસાણા ઉંમરપરા અને મહુવા પણ વરસાદ જોવા મળ્યો. હતો. સારો વરસાદ થતાં ખેડૂતોમા ખુશીની લહેર જોવા મળી છે. વાવણી લાયક વરસાદ થતાં હવે ખેડૂતો પોતાની વાવણી શરૂ કરી શકશે.

નવસારી જિલ્લામાં પણ ગણદેવી ચીખલી માં ખૂબ જ ભારે પવન ફૂંકાયો હતો અને ખૂબ જ ધોધમાર વરસાદ વરસી પડયો હતો. નવસારી જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં વરસાદને કારણે રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ભારે પવન ફૂંકાતા કુંભારવાડા વિસ્તારમાં બપોરના સમયે ખેરગામ ચાર રસ્તામાં વીજ થાંભલા અને વૃક્ષો પડી ગયા છે.

મુખ્ય માર્ગ પર પડેલા વીજ થાંભલા અને વૃક્ષોના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે અને અનેક વિસ્તારોમાં વીજ પોલ પણ બંધ થઈ ગયા છે. ક્ષતિગ્રસ્ત વીજ પોલ રીપેર કરવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

બીજી તરફ ઓલપાડ તાલુકાના કીમ વિસ્તારમાં કુદરતનો કહેરનો માહોલ જોવા મળ્યો છે. જ્યાં માત્ર 10 મિનિટમાં જ વાવાઝોડાએ તબાહી મચાવી છે જેમાં અનેક મકાનોના પતરા ઉડી ગયા છે, વીજળીના થાંભલા પડી ગયા છે અને વૃક્ષો પડવાના બનાવો બન્યા છે. હાલ સુરતના કીમ વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ છે.

આજે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે અન્ય તાલુકાઓમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે ડાંગ, વલસાડ, તાપી અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *