મેઘરાજાએ આ વિસ્તારમાં તાંડવ મચાવ્યો, એક રાતમાં એક સાથે 12 ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો

ગુજરાતમાં 24 કલાકમાં મેઘરાજાએ મન મૂકીને વરસાદી ઝાપટા વરસાવ્યા છે. તેમાં પણ મેઘરાજાએ આણંદ જિલ્લા પર વિશેષ કૃપા કરી છે. આણંદ જિલ્લાના બોરસદમાં છ કલાકમાં 12 ઇંચ વરસાદ થયો હતો, જેના કારણે પાણી ભરાયા હતા. ભારે વરસાદથી સમગ્ર શહેરમાં પાણી ભરાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં ઘૂંટણિયા સુધી પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના તમામ માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે બોરસદ શહેર રાતભર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ભારે વરસાદના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. જે બાદ લોકોએ રાત્રે જાગવું પડ્યું હતું. ઘરોમાં લોકોનો સામાન ભીંજાઈ ગયો હતો. બીજી તરફ મહાનગરપાલિકા સવારથી પાણીના નિકાલની કામગીરીમાં વ્યસ્ત હતી. પ્રથમ વરસાદમાં જ શહેરના માર્ગો પર પાણી ભરાઈ જતાં શહેરમાં પ્રિ-મોન્સુનની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે.

આણંદ જિલ્લામાં ગઈકાલ સવારથી જ વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના બોરસદ અને આંકલાવ તાલુકામાં ભારે વરસાદ થયો છે. સત્તાવાર આંકડા મુજબ બોરસદમાં માત્ર આઠ કલાકમાં 11.3 ઈંચ વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદની વાત કરીએ તો આંકલાવ 3.1 ઈંચ, સોજીત્રા 2.6 ઈંચ, તારાપુર અને પેટલાદમાં 1.7 ઈંચ, આણંદ અને ખંભાતમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે.

બોરસદ તાલુકામાં સિઝનનો પ્રથમ સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે બોરસદ ગંભીર હાઈવે પર ભાદરણ પાસે હાઈવે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ભાદરણ પાસેનો હાઇવે પર ઘૂંટણસમા ઊંડા પાણી ફરી વળ્યાં છે. બીજી તરફ ભાદરણના તલપાડા વાસમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.