સાબરકાંઠામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જ્યારે જૂનાગઢમાં ધોધમાર વરસાદ ને કારણે વીજ થાંભલાઓ, વૃક્ષો પડી ગયા…

હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જે સાચું પડ્યું છે આજે વરસાદી સાબરકાંઠામાં અને મહેસાણામાં બરોબર ધબધબાટી બોલાવી દીધી છે. કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અંજાર, સાતપર, માંડવી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અડધા કલાકમાં પડેલા ભારે વરસાદે રસ્તાઓ પર પાણી ફેરવી દીધા છે.

મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે અને બસ સ્ટેશનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગ્રામ્ય જિલ્લા ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગડલા ખાખરીયા સહિતના ગામોમાં ભારે વરસાદના કારણે ખેતરો પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જો કે લાંબા સમય બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

પવનના કારણે સતપર અને અંજાર વચ્ચેના રોડ પર એક વૃક્ષ ધરાશાયી થતાં વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. પોરબંદર જિલ્લામાં વરસાદની મોસમ બરોબર જામી છે.. સાંજના 4 વાગ્યા સુધી તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. રાણાવાવમાં દોઢ ઈંચ, માધવપુર ખેડા પંથકમાં એક ઈંચ અને કુતિયાણામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.

જૂનાગઢના માંગરોળના બામણવાડા ગામમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયા છે. ભારે વરસાદ અને વાવાઝોડાએ વર્ષો જૂના વડના વૃક્ષોને પણ પાડી દીધા છે. બામણવાડા ગામ તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે. હાલમાં વરસાદે વિરામ લેતા માર્ગો ખોલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ફતેપુરા જિલ્લામાં હવામાનમાં એકાએક પલટો આવ્યો છે. ફતેપુરા સહિત ગ્રામ્ય પંથકમાં જોરદાર પવન ફૂંકાયો હતો જે બાદ ફતેપુરાની મામલતદાર કચેરીમાં આવેલ શેડ ઉડી ગયો હતો. ભારે પવન બાદ ફતેપુરા પંથક સહિત ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *