ઉત્તર-દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો થઈ જાવ તૈયાર, મેઘરાજની સવારી આ વખતે કંઈ બાકી નહીં રહેવા દે… ચારે બાજુ તબાહી… Gujarat Trend Team, August 17, 2022 હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક રાજ્ય માટે ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે જ્યાં ભારતીય અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે જેમાં અમરેલી ગીર સોમનાથ કચ્છ મહેસાણા સાબરકાંઠા પાટણ બનાસકાંઠા જેવા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના બે જિલ્લામાં અત્યારે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયા છે. બુધવારના રોજ સાત જિલ્લામાં હવામાન વિભાગ એ યલો એલર્ટ જાહેર કર્યા છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહીને કારણે ત્રણ જિલ્લામાં ઓરેન્જ આપી દેવામાં આવ્યા છે સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં નોંધાઈ શકે તેવી શક્યતા છે, ઉપરવાસમાં ભારે વરસાદ અને કારણે અત્યારે બનાસ નદીમાં પણ પાણીની આવક થઈ છે બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે અમીરગઢ મામલતદાર એમ ટીડીઓ સહિત પીએસઆઇ દ્વારા નદી કાંઠાના વિસ્તારો સહિત ગ્રામ સરપંચ અને એલર્ટ રહેવાની જાહેરાત કરી છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને કારણે બનાસ નદીમાં પાણી વધી શકે તેવી શક્યતા છે બનાસ નદીમાં પાણી વધવાથી દાંતીવાડા ડેમમાં પાણીની આવક માં ઘણો વધારો નોંધાયો છે જ્યારે બીજી બાજુ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન એવા ધરોઈ ડેમમાં પણ પાણીની સતત આવક થઈ રહી છે અત્યારે છેલ્લા 11 દિવસથી ડેમની સપાટીમાં 23 ટકાનો વધારો નોંધાયો છે પ્રતિ સેકન્ડે અત્યારે 63 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. અત્યારે ધરોઈ ડેમની જળ સપાટી 611.80 ફૂટ પર પહોંચી છે જ્યારે પાણીનો કુલ જથ્થો 64.23% નોંધાયો છે અને ભારે વરસાદ અને પગલે પાણીની સપાટી હજી પણ વધી શકે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે બીજી બાજુ સરદાર સરોવર ડેમ જળ સપાટીને વાત કરીએ તો 135 મીટર પર પહોંચી છે નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138 મીટર છે જે માત્ર હવે ડેમને છલકાવા માટે ત્રણ મીટર જ દૂર છે. સમાચાર