મેઘરાજાની ગુજરાતના 138 તાલુકામાં થઈ ધમાકેદાર એન્ટ્રી, અમદાવાદ થયું પાણી-પાણી…

હવે ગુજરાતમાં વરસાદે પોતાની ધમાકાદાર એન્ટ્રી આપી દીધી છે અને ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ખૂબ જ વરસાદ પડેલો જોવા મળ્યો હતો અને તેના જ કારણે શહેરીજનોમાં ખૂબ જ રાહત જોવા મળી હતી અને ગરમીથી ત્રાહિત શહેરીજનો વરસાદ માં પલાળવા માટે નીકળી ગયા હતા. શહેરીજનો ખૂબ જ મીટ માંડીને વરસાદની રાહ જોતા હતા આમ આ રવિવારે વરસાદ ની જોરદાર એન્ટ્રી થઇ જતાં જ લોકોમાં રાહત વ્યાપી ગઇ હતી.

છેલ્લા ૨૪ કલાકમાં વરસાદરાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં પડ્યો હતો અને તેના આંકડા ઉપર નજર કરીએ તો ચોવીસ કલાકમાં 138 તાલુકામાં વરસાદ પડેલો જોવા મળ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુરમાં ત્રણ ઇંચ પડ્યો હતો. ત્યારબાદ ઉમરપાડામાં ૨.૫ ઇંચ પડયો હતો અને જાંબૂઘોડામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો આમ કુલ ૧૮ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડેલો જોવા મળ્યો હતો.

રવિવારે સાંજે વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોતા જ અમદાવાદમાં વરસાદ એ ખૂબ જ જોર પકડ્યું હતું અને ભારે પવન તથા ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદનાં કારણે અમદાવાદના રસ્તાઓ નું પણ ધોવાણ થઇ ગયું હતું અને ઠેર-ઠેર એ જ પ્રકારના દ્રશ્ય ઊભા થયા હતા આમ સાંજે વાવાઝોડા દરમિયાન અવિરત પડતા વરસાદના કારણે અમદાવાદમાં નાના-મોટા મળીને કુલ 103 વૃક્ષ પડી ગયા હતા અને હજુ પણ આંકડો વધી શકે તેવું કોર્પોરેશન વિભાગ જણાવી રહ્યા હતા અને તેની સાથે જ ઘણા બધા વાહનોને પણ આ વાવાઝોડા તથા અવિરત પડતા વરસાદના કારણે નુકસાન થયું હતું.

આમ પ્રથમ વરસાદ પડતાં જ અમદાવાદના નગરપાલિકાના તંત્રની પોલ ખુલ્લી પડી ગઇ હતી, અને અવિરત વરસાદના કારણે સૌથી વધુ વૃક્ષ પડી ગયા હતા અને ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા આમ એક જ વરસાદમાં શહેરની સિકલ અને સૂરત બંને બદલાઈ ગયું હતું. અને જ્યારે ઝાડ પડ્યો હતો ત્યારબાદ રોડ પર બેસી ગયા હતા અને સમગ્ર તસવીર સામે આવી હતી ત્યાં વિભાગ-3 માં પણ આખો રસ્તો બેસી ગયો હતો જેના કારણે રાહદારીઓ ને ખૂબ જ મુશ્કેલી પડી હતી આમ આ રોડ વરસાદ વધુ પડવાથી અને ઝાડ ધરાશઈ થઈ જવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી સામે આવી હતી.

Leave a Reply

Your email address will not be published.