સમાચાર

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વલસાડમાં આખો દિવસ તો રાજકોટમાં ધોધમાર સાથે આટલા ઇંચ વરસાદ પડ્યો

ગુજરાતીઓ ગરમીથી કંટાળી ગયા છે. અને પરિણામે રાહત આપવા માટે મેઘરાજા ગુજરાતમાં પહોંચી ગયા હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં વલસાડ અને તેની આસપાસના વિસ્તારો તેમજ રાજકોટના અનેક વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. ગઈકાલે સોમવારે જોરદાર પવન ફૂંકાયો હતો. અને સમગ્ર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ થયું હતું. વલસાડમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. જ્યારે રાજકોટમાં ઝરમર વરસાદ જોવા મળ્યો હતો.

વલસાડ શહેરમાં સવારથી વરસાદ પડી રહ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો અને મુશળધાર વરસાદના કારણે ગરમીમાંથી રાહત મળી હતી. આમતો વરસાદના કારણે બાગાયતી પાકો, ખાસ કરીને કેરીને ભારે નુકસાન થયું છે. અને ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાયા હતા. લોકોએ પણ મોસમ પહેલા વરસાદની મજા માણી હતી. યુવાનો વરસાદમાં ન્હાવા નીકળ્યા હતા.

બીજી તરફ રાજકોટના અનેક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. આમતો બાદમાં બફારો લાગતાં લોકો નિરાશ થઇ ગયા હતા. સામાન્ય રીતે વરસાદ પડ્યો. જો કે, વરસાદના કારણે બાગાયતી પાક અને ઉનાળુ પાકને ભારે નુકસાન થયું હતું.

આ સિવાય કામકાજ પતાવીને નીકળેલા લોકોના ભીના થવાનો વારો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણને કારણે સવારે સામાન્ય રીતે ઠંડી લાગતી હતી જ્યારે બીજી તરફ બપોરના સમયે ભારે ગરમી લાગતી હતી. આ સમયે જે લોકો વરસાદ પડી રહ્યા છે તેઓને હવામાન કેવું છે તે સમજાતું નથી. ઘણા લોકો કે જેઓ નોકરી કરવા ગયા હતા અથવા જે લકો બહાર હતા એ લોકો પણ પલળી ગયા હતા.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.