બોલિવૂડ

ફિલ્મના સેટ પર એક ફેન હિરોઈન સાથે કરી એવી હરકત કે અભિનેત્રી તો…

બોલિવૂડ સ્ટાર્સને ક્યારેક પોતાના ફેન્સને કારણે વિચિત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચાહકો સ્ટાર્સની સ્ક્રીન ઇમેજ પર પ્રભુત્વ ધરાવે છે અને તેઓ વિચારે છે કે અંગત જીવનમાં પણ તેઓ આની જેમ જ હશે ખાસ કરીને અભિનેત્રી કેટલીકવાર આ તસવીરના કારણે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવી જ એક ઘટના 1989 માં અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી સાથે બની હતી, મીનાક્ષી શેષાદ્રી (જન્મ 16 નવેમ્બર 1963) એ ભૂતપૂર્વ ભારતીય અભિનેત્રી, મોડલ અને નૃત્યાંગના છે જે મુખ્યત્વે હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં જોવા મળી હતી.તે 1980 અને 1990 ના દાયકામાં હિન્દી સિનેમાની અગ્રણી અભિનેત્રીઓમાંની એક બની હતી, અને તેણીના ઘણા અભિનય, તેની સુંદરતા અને તેના પરિપૂર્ણ નૃત્ય માટે સ્વીકારવામાં આવી હતી.

મીનાક્ષીએ ફ્લોપ પેઇન્ટર બાબુથી 1983 માં તેલુગુ / હિન્દી દ્વિભાષીય ફિલ્મ મનોજ કુમારના ભાઈ રાજીવ ગોસ્વામીની સામે ફિલ્મ કરી હતી. ફ્લોપ પછી, મીનાક્ષી અભિનય છોડી દેવા માંગતી હતી, પરંતુ સુભાષ ઘાઇએ તેને હિરોમાં અન્ય નવોદિત જેકી શ્રોફની સાથે તેની અગ્રણી મહિલા તરીકેની ભૂમિકા આપવી હતી .આ ફિલ્મ એક બ્લોકબસ્ટર હતી અને મીનાક્ષી રાતોરાત સ્ટાર બની હતી.તે પછી એક પછી એક ઘણી ફિલ્મો કરતી રહી અને ચાહકો તેને પસંદ કરતા ગયા .તે દરમિયાન તેના એટલા ચાહકો બની ગયા હતા કે તેની પાછળ જાન આપતા હતા.અમુક વાર તે પ્રશંસકો દ્વારા ઉશ્કેરાઈ પણ જતી હતી અને જ્યારે તેઓએ તેને સ્પર્શવાનો પ્રયાસ કરે ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જતી.જ્યારે સુરક્ષા કર્મચારીઓનો કોઈ નિયંત્રણ ન હતું ત્યારે તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહેલા ઉન્મત્ત ચાહકો એક હદ સુધી વધી ગયા હતા.

મીનાક્ષી શેષાદ્રી ને તેના એક પ્રશંસકે તેને પકડવાનો અને તેને બળજબરીથી ચુંબન કરવાનો પ્રયાસ કર્યો હતો.જુહુ (મુંબઇ) ના બંગલામાં 1989 માં આવેલી ફિલ્મ ‘નચે નાગિન ગલ્લી ગલ્લી’ નું શૂટિંગ ચાલી રહ્યું હતું. મીનાક્ષી શેષાદ્રી પર એક ગીત ફિલ્માવવામાં આવી રહ્યું હતું, તે પૂર્ણ કર્યા પછી તે બંગલાની અંદર તેના ઓરડા તરફ જવા લાગઈ હતી. અભિનેતા નીતીશ ભારદ્વાજ બંગલાની અંદર હાજર હતા.મીનાક્ષી બંગલાની અંદર જઇ રહી હતી, ત્યારે અચાનક જ એક યુવાન છોકરો દોડી આવ્યો .તે ક્યારનોય તક જોઈ ને જ બેઠો હતો.મીનાક્ષી જેવી અંદર તરફ જતી હતી ત્યાં જ એકદમ તેને બાહુમાં પકડી હતી. મીનાક્ષીને પકડીને આ છોકરાએ બળપૂર્વક ચુંબન કરવાનો પ્રયાસ કર્યો અને મીનાક્ષી ગભરાઈને પોતાનો બચાવ કરવા લાગી.

આ સમયે તેની નજીક કોઈ હતું નહિ.પરંતુ શૂટિંગ જોવા આવેલા લોકો અને ફિલ્મ યુનિટ વાળા લોકો એ જોયું તેઓ સમજી ગયા કે તે આ ફિલ્મનું એક સીન છે જેનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ જ્યારે મીનાક્ષીએ હુમલો કરનારને શાબ્દિક રીતે થપ્પડ મારવાનું શરૂ કર્યું, ત્યારે બધા સમજી ગયા કે કંઈક ખોટું થયું છે. ત્યારબાદ યુનિટના લોકો આવી ગયા અને મીનાક્ષીને બચાવી .યુનિટના લોકો એ યુવાનને જોરદાર માર માર્યો.આમ ફિલ્મ નું આ શૂટિંગ મીનાક્ષી માટે અત્યંત યાદગાર તેમજ ભયાનક રહ્યું હતું.

પોલીસને બોલાવવામાં આવી હતી અને ખબર પડી હતી કે હુમલાખોર રાજેશ મિશ્રા હતું.રાજેશ મિશ્રા બનારસથી આવ્યો હતો. અને તે ફિલ્મના સેટ પર એક્સ્ટ્રાઝનું કામ કરી રહ્યો હતો, અને મીનાક્ષીનો અભદ્ર ચાહક હતો જેમણે આવી ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. મીનાક્ષીની માતાએ હુમલો કરનાર પર કોઈ કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો હતો અને પોલીસે તેને ઘણો માર્યા બાદ તેને ત્યાંથી ભગાડી મુક્યો હતો.યુવાનો ને લાગતું હોય છે કે ફિલ્મો માં જે વ્યક્તિત્વ દેખાડવામાં આવે છે અસલી માં અભિનેત્રીઓ એવી જ હોય છે.તેમને તેવું કરવું ગમશે અને લોકો તેમની જાત ને’બેકાબુ કરી નાખતા હોય છે .ફિલ્મો ના સેટ પર આવર-નવાર આવી ઘટનાઓ નો ભોગ અભિનેતા/કે અભિનેત્રીઓ એ કરવો જ પડતો હોય છે.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *