લેખ

મિત્રની માતાએ આપી યુવકને લગ્નની સલાહ, તો યુવકે તેની સાથે કર્યું કઈંક એવું કે…

મિત્રની માતાએ તે યુવક ને લગ્ન કરવાની સલાહ આપી હતી. પરંતુ તે સલાહ પેલા યુવક ને ગમી નહીં. તેને લાગ્યું કે યુવક ની માતા તેને નીચ બતાવી રહી છે. તેને તે યોગ્ય લાગ્યું ન હતું. મિત્રની માતા એ કહ્યું હતું કે તારી ઉંમર જઈ રહી છે તેથી તારે લગ્ન કરી લેવા જોઈએ. પરંતુ આ વાત પેલા યુવક ને જરાય ગમી ન હતી. તેથી તે ગુસ્સે થઈ ગયો હતો. તેને ખરાબ લાગી ગયું હતું. તેથી પછી તેણે જે કર્યું તે તમે વિચારી પણ નહીં શકો…

મહારાષ્ટ્રના પુનાના ખરાડી વિસ્તારમાં તાજેતરમાં જ એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે અને હત્યાનું કારણ સાંભળીને દરેક શોક થઈ શકે છે. હા, આ કિસ્સામાં, એક મહિલા એ એક યુવાનને સમયસર લગ્ન કરવાની સલાહ આપવાનું ભારે પડ્યું તે કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. હા, આ કિસ્સામાં મહિલાએ તેના પુત્રના મિત્રને લગ્ન કરવાની સલાહ આપી હતી અને, મહિલાના આ નિવેદનથી ગુસ્સે ભરાયેલા યુવકે મહિલાના માથા પર કુહાડી મારી હતી.

હા, આપ સૌને જણાવી દઈએ કે આ મામલો ચંદનનગરથી બહાર આવ્યો છે અને આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે આનંદે (નામ બદલ્યું છે.) ફરિયાદ નોંધાવી છે કે તેની પત્ની પર હિર (નામ બદલ્યું છે.) દ્વારા કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. તે જ સમયે, હુમલા પછી, તેની પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે હાલમાં હિર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

તે જ સમયે, આરોપી ફરિયાદ કરનારના પુત્રનો ખૂબ જ જૂનો મિત્ર હોવાનું કહેવામાં આવે છે. ઘટનાના દિવસે આરોપીના મિત્રની માતાએ કહ્યું કે તમે વૃદ્ધ થઈ ગયા છો, તમારે સમયસર લગ્ન કરવા જોઈએ. તેને ગુસ્સો આવ્યો અને તેણે મિત્રની માતાને ઘરે એકલા મળી અને પાછળથી માથા પર કુહાડી વડે માર માર્યો. તે ઘાયલ થઈ હતી. હાલ આરોપી ફરાર છે અને તેની શોધ કરવામાં આવી રહી છે.

જો કે હાલ આરોપી યુવક ફરાર છે. પોલીસ તપાસ કરી રહી છે. તે મળી આવશે ત્યારે તેની પૂછ પરસ કરવામાં આવશે. જો કે હાલ પોલીસે ગુનો નોંધી લીધો છે. અને આગળની કાર્યવાહી કરશે. મહિલા ના પતિએ જણાવ્યું હતું કે આરોપી યુવક તેના પુત્ર નો મિત્ર હતો. તેથી તે દરરોજ તેનાં મિત્ર પાસે આવતો હતો. તે દરરોજ તેના ઘરે આવતો હતો અને વાતો કર્યા કરતો હતો. તેથી મિત્ર ના નાતે તે ત્યાં આવતો હતો.

આરોપી યુવક તેના દીકરાનો મિત્ર હતો જે ઘણા સમયથી હતો. તે મોટેભાગે તેમના ઘરે જ રહેતો હતો. તેથી તે આવતો અને વાતો કરતો એમાં કોઈને ખરાબ લાગ્યું ન હતું આવી જ રીતે તે બનાવના દિવસે પણ આવ્યો હતો. અને તેની પત્ની સાથે એટલે કે યુવક ની માતા સાથે વાતો કરતો હતો. આમ તેઓ વાતો કરી રહ્યા હતા. તેઓ વાતો કરતા જ હતા ત્યાં મહિલા એ તે આરોપી યુવક ને લગ્ન વિશે પૂછ્યું. અને તેણે સલાહ આપી કે તેણે લગ્ન કરી લેવા જોઈએ. કારણ કે તેની ઉંમર વધતી જાય છે. પછી કોઈ કન્યા આપશે નહીં. એટલે વહેલી તકે તેણે લગ્ન કરી લેવા જોઈએ.

પરંતુ યુવક આ વાત સાંભળીને ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો તેણે મહિલા સાથે ખરાબ રીતે વાતો કરી હતી અને મહિલા ને ગાળો પણ આપવા લાગ્યો હતો. ઉપરાંત તેણે કહ્યું કે હવે ક્યારેય બીજી વાર આવી વાત કરજે નહીં એક કહી તે ગુસ્સામાં લાલ થઈ ગયો હતો અને તેણે બાજુમાં પડેલી કુહાડી ઉઠાવી હતી અને તેના દ્વારા મહિલા પર હુમલો કર્યો હતો. અને મહિલા ને હોસ્પિટલ લઈ જવી પડી હતી. ત્યાર બાદ પોલીસ ફરિયાદ કરાવી હતી. જો કે આરોપી ફરાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *