સમાચાર

રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટા, આગામી બે દિવસની પણ હવામાન વિભાગે કરી મોટી આગાહી

આવનાર બે દિવસ પછી પવનની ઝડપ ઘટી હોવાનું જણાવવામાં આવ્યું છે શહેરમાં સરેરાશ દોઢ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા 50 થી વધુ જગ્યાએ વૃક્ષો પડી ગયા છે અને દિવસભરમાં 15 થી 40 કિલોમીટરની ઝડપે ખૂબ જ તેજ પવન ફુંકાયા હતા અને તેના લીધે જ ધૂળની ડમરીઓ ઉડતા જ લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા હજુ પણ બે દિવસ ભારેપવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે ત્યાર બાદ પવનની ગતિ ઘટતી જોવા મળશે જોકે 26 મે પછી ફરીથી પવનની ગતિમાં વધારો થશે.

રવિવારની મોડી રાત્રે શહેરના ઘણા બધા વિસ્તારમાં વરસાદના ઝાપટાં પણ પડયાં હતા અને હવામાન વિભાગે જણાવ્યું હતું કે રવિવારે શહેરનું વધુમાં વધુ તાપમાન 33.8 અને ઓછામાં ઓછું તાપમાન 28.3 ડિગ્રી નોંધાયું હતું. અને શનિવારના રાત્રે સરખામણીમાં લગભગ 0.5 ડિગ્રીનો ઘટાડો થયેલો જોવા મળ્યો છે. આમ વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 68 ટકા જોવા મળ્યું હતું અને સાંજે 67 ટકા હતું.

ભારે પવન હોવાના કારણે મોટા વરાછા અને કાપોદ્રામાં નવા કોસાડ રોડ, માધવબાગ સ્કૂલ સીમાડા ચાર રસ્તા, સરથાણા જકાતનાકા અને મેઘ મલ્હાર રેસીડેન્સી, અને ટ્રાફિક ચેકપોસ્ટ પાસે વૃક્ષ પડી જવા જે ફાયર કંટ્રોલ ને મોકલવામાં આવ્યા હતા આમ રવિવારે મોડી રાત્રે વરસાદ ના ઘણા બધા ઝાપટાં પડવા થી અલથાણ ખાડી બ્રિજ પાસે ના વિસ્તારોમાં 15 થી વધુ બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને ચાલકોને ઇજા પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published.