મહિલાને માથાનો દુખાવો થતો હતો માતાની માનતા રાખીને દુખાવો માટી ગયો, 11000 રૂપિયા લઈને આવ્યા અને પછી તો…

માં મોગલ ધામના પરચા તો તમે સાંભળ્યા જ હશે. લોકો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અહીં આવા છે અને પોતાનું કામ પૂર્ણ કરવા માટે મા મોગલ ની બાધા રાખે છે. લોકો ખૂબ જ શ્રદ્ધા અને આશાપૂર્વક માં મોગલ ને યાદ કરે છે અને તે પૂર્ણ પણ થાય છે. માં મોગલ ને 18 વરણની માતા કહેવામાં આવે છે. કહેવાય છે કે ભક્તો જ્યારે પણ દુઃખમાં હોય ત્યારે તેઓ માં મોગલ નું નામ લેતો માં મોગલ તેમના તમામ દુઃખો દૂર કરે છે.

માં મોગલ ધામ માં આવેલા ભક્તો ક્યારેય નિરાશ થઈને જતા નથી. તેઓ પોતાનું કામ પૂર્ણ થઈ જાય ત્યારબાદ તેઓ લીધેલી બધા પણ પૂરી કરવા આવે છે. એવા તો કેટલાય કિસ્સા છે કે જેઓનું કામ પૂર્ણ થયું છે અને તેઓ પોતાની બાધા પૂર્ણ કરવા માં મોગલ ધામમાં પણ આવ્યા છે. આજે અમે પણ એક એવા જ કિસ્સાની વાત કરીશું.

આજે મહુવા ગામના એક બહેન વિશે વાત કરીશું જેઓને વર્ષોથી માથામાં ખૂબ જ દુખાવો થતો હતો. ગમે તેટલી દવા કરાવી છતાં પણ તેમને સારું થતું ન હતું આથી તેમને શ્રદ્ધાપૂર્વક માં મોગલ ની બાધા રાખી હતી. પરંતુ માં મોગલ ની માનતા રાખવાથી તેમને હવે દુખાવો દૂર થયો છે. માં મોગલ પરનો વિશ્વાસ તેમને ફડ્યો છે. આથી દેવમાં મોગલ ધામમાં તેમની માનતા પૂર્ણ કરવા આવ્યા હતા.

જ્યારે મણીધર બાપુએ આ બહેન ને પૂછ્યું કે તું શેની બાધા પૂર્ણ કરવા માટે આવી છો ત્યારે બહેન એ જણાવ્યું કે તે ઘણા વર્ષોથી માથાના દર્દથી પીડાતી હતી. પરંતુ જ્યારે તેને મા મોગલ ની બાધા રાખી ત્યારે તેનો માથાનો દુખાવો દૂર થયો છે. આથી આજે તે માતાના ચરણોમાં 11 હજાર રૂપિયા અર્પણ કરવા આવી છે. ત્યારે મણીધર બાપુએ 11 હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને તે બહેનને પાછા આપી દીધા હતા.

અને કહ્યું હતું કે આ પૈસા તું તારી દીકરીને આપજે મા મોગલ તારા ઉપર ખૂબ જ રાજી રહેશે. મા મોગલ પરની સાચી શ્રદ્ધાથી તારું દુઃખ દૂર થયું છે. આ કોઈ મોટો ચમત્કાર નથી પરંતુ માતાજીની કૃપા છે. માં મોગલ નું નામ જીવનમાં લેવાથી તમામ દુઃખ દૂર થઈ જાય છે. માં મોગલ ધામની વાત કરીએ તો ભક્તો મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા માટે આવે છે. તેમના દર્શનથી જીવનના દરેક સંકટ અને વિઘ્ન દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *