યુવકની માનતા પૂરી થઈને 1 લાખ ૩ હજાર રૂપિયા લાવ્યો પણ બન્યું એવું કે મણીધર બાપુએ એક રૂપિયો વધારે આપીને તેને…

આજે આપણે માઁ મોગલની વાત કરવાના છે. કહેવાય છે કે માં મોગલ અઢારે વરણ ની માતા છે. માં મોગલ નું નામ જીવનમાં લેવાથી તમામ દુઃખ દૂર થઈ જાય છે. માં મોગલ ધામની વાત કરીએ તો ભક્તો મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા માટે આવે છે. તેમના દર્શનથી જીવનના દરેક સંકટ અને વિઘ્ન દૂર થાય છે.

કહેવામાં આવે છે કે માં મોગલ ધામમાં દર્શન કરવા આવતા ભક્તો જો કોઈ માનતા કે બાધા લેતો દરેકની માનતા અને બધા પૂરી થાય છે અને દરેકનું દુઃખ દૂર થાય છે. માં મોગલ દરેક ભક્તોને હસતા હસતા મોઢે ઘરે પાછા મોકલે છે. ત્યાંના લોકોનું કહેવું છે કે અહીં મા મોગલ ની બાધા રાખવાથી તમારા બધા જ સંકટ દૂર થાય છે. ન થયેલા કામ પણ પળ વાર માંજ થઈ જાય છે.

આજે આપણે એક એવા યુવક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તેની માનેલી માનતા પૂરી કરવા માટે, મા મોગલ ધના ધામ તે યુવક આવી પહોંચ્યો હતો, અને મંદિરમાં આવીને મા મોગલના દર્શન કર્યા હતા.. તેઓએ મા મોગલ ની માનતા રાખી હતી કે તેમનું ઘર વેચાઈ જશે તો જશે તો તેઓ અહીં એક લાખ ત્રીસ હજાર રૂપિયા ચઢાવશે. માં મોગલ પર રાખેલી સાચી શ્રદ્ધાથી તેમની બાધા પૂર્ણ થઈ હતી અને તેમનું ઘર વેચાઈ ગયું હતું..આથી તેઓ પોતાની માનતા પૂર્ણ કરવા માટે મા મોગલ ધામ પહોંચી ગયા હતા અને માતાને પુરા એક લાખ 30 હજાર રૂપિયા ચડાવ્યા હતા.

પરંતુ ત્યાંના મણીધર બાપુ એ એક રૂપિયો વધારે આપીને તેને 1,31,000 રૂપિયા પાછા આપ્યા હતા અને કીધું હતું કે તો આ પૈસા તારી દીકરીને, તારી પત્નીને અને તારી બહેનને આપજે કારણકે મા મોગલ ને પૈસા જોઈતા નથી પરંતુ માતા ઉપર રાખેલી સાચી શ્રદ્ધાથી તારું કામ પૂર્ણ થયું છે. માં મોગલ ધામના મણીધર બાપુ નું કહેવું છે કે જો સાચી શ્રદ્ધાથી માં મોગલ સામે કોઈ માનતા તે બાધા રાખી હોય તો અવશ્ય પૂર્ણ થાય જ છે. તેઓનું કહેવું છે કે ભક્તોને મા મોગલ ઉપર ખૂબ જ વિશ્વાસ છે. દેવ ખૂબ જ શ્રદ્ધાથી અહીં આવે છે અને શ્રદ્ધાપૂર્વક માનતા લઈને પોતાના સંકટને દૂર કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *