મોંઘવારીના માર વચ્ચે એક સારા સમાચાર જાણો કઈ વસ્તુના ઘટ્યા ભાવ?

છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે એક મહત્વના અને ખૂબ જ સારા સમાચાર છે આખરે કઈ વસ્તુને લઈને સરકારે કહ્યું કે ગ્રાહકોને લાભ આપવામાં આવે ? સરકારી કંપનીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે ઘટેલી કિંમતનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપવામાં આવે

આ વાત છે ખાદ્યતેલોની જેના ભાવમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે જેને લઇને કપાત બાદ સરકારે કંપનીઓ સાથે વાત પણ કરી છે અને કહ્યું છે કે ઘટેલી કિંમતોનો લાભ ગ્રાહકોને મળવો જ જોઈએ

જાણો કેટલો થયો છે ભાવ ઘટાડો ? 30થી 40 રૂપિયા જી હા 30થી 40 રૂપિયાનો ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે અને જાહેર વિતરણ વિભાગના ડો સચિવ સુધાંશુ પાંડેએ જણાવ્યું કે સરકારોએ રાજ્યોને એમઆરપી પર તેલનું વેચાણ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે જેના અસરકારક પગલાં ભરવા પણ સૂચના આપી દેવાઇ છે

આયાત ડ્યૂટી લગભગ નાબુદ કરી દેવાઈ સુધાંશુ પાંડેએ કહ્યું કે આયા આયાત ડયૂટી લગભગ શૂન્ય બનાવી દેવાઇ છે ડયૂટીમાં ફેરફાર બાદ તેલના ભાવમાં ૧૫થી ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે સરકારના આ અસરકારક પગલા બાદ તમામ બ્રાન્ડોના તેલના ભાવમાં ૩૦થી ૪૦ રૂપિયાનો ઘટાડો જોવા મળશે આ મોંઘવારીના માર વચ્ચે આ સમાચાર લોકો માટે રાહત આપનારા છે

Leave a Reply

Your email address will not be published.