સમાચાર

મહિલા માટે મોંઘી સાડી ખરીદવી છે તો આ બેંક અપાવશે સાડી

આ જાણો એક અલગ જ વાત તમે જાણીને ચોકી જશો. આણંદ જિલ્લાના મિની પેરિસ ગણાતા એવા ભાદરણ ગામના એનઆરઆઈ દાતા દ્વારા ચરોતર જિલ્લામાં સર્વ પ્રથમ વાર સાડી બેંક શરુ કરવામાં આવી છે. જેનો એક એ ફાયદો છે કે હવે ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ પણ શુભ પ્રસંગે મોંઘી સાડીઓ પહેરી શકશે. બેંક સાથે સામાન્ય નાગરિકોનો સંબંધ રહેલો હોય છે, બચત કરેલા પૈસા જમા કરાવવા કે ઉપાડવા લોકો બેંકમાં જતા હોય છે. પરંતુ ક્યારેય સાડીની બેંક જોઈ છે ખરી તમે નહીં જોઈ હોય ક્યાંય. આણંદ જિલ્લાના મીની પેરિસ ગણાતા એવા ભાદરણ ગામમાં સાડી બેંક શરૂ કરવામાં આવી છે.

આજનાં આવા મોંઘવારીનાં સમયમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારની મહિલાઓ સારી અને મોંઘા ભાવની સાડીઓ ખરીદવાનું પણ વિચારી નથી શક્તી. ત્યારે આવી મોંઘી સાડીઓ પહેરી તો ક્યાંથી શકે. પરંતુ ભાદરણનાં કંકુબા પુસ્તકાલય ખાતે એનઆરઆઈ દાતાનાં સહયોગથી સાડી બેંક શરૂ કરવામાં આવી છે. જેથી ગરીબ અને મધ્યમવર્ગની મહિલાઓ પણ મોંઘી સાડીઓ પહેરી શકશે. ભાદરણ અને આસપાસના ગામોમાં રહેતી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારની મહિલાઓ શુભપ્રસંગમાં પહેરવા માટે આ સાડી બેંકમાંથી સાડી લઈ જઈ શકશે અને પ્રસંગ પૂર્ણ થયા બાદ સાડી બેંકમાં પરત જમા કરાવી જવાનું રહેશે.

સામાન્ય રીતે જોવા જઈએ તો મધ્યમ વર્ગના પરિવારો લગ્ન અને શુભ પ્રસંગોમાં મોંઘી સાડીઓની ખરીદી પાછળ ઘણો ખર્ચ કરવામાં આવતો હોય છે. બજેટ નહીં હોવા છતાં સમાજમાં દેખાદેખીના કારણે દેવું કરીને પણ મોંઘી સાડીઓ ખરીદવામાં આવતી હોય છે. તેથી ભાદરણ ગામમાં શરૂ કરવામાં આવેલી સાડીની બેંક આવી મહિલાઓ માટે એક આશીર્વાદરૂપ બનશે. તેમજ ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ મોંઘી સાડીઓ ખરીદી શક્તી નથી. તે લોકો માટે પણ આ બેંક એક આશીર્વાદ સમાન જ કહેવાય. ભાદરણમાં આવેલી સાડી બેંક દ્વારા ભાદરણ અને આજુબાજુ નાના ગામની તમામ મહિલાઓને સાડી વિનામૂલ્યે આપવામાં આવશે.

બેંકમાંથી સાડી આપ્યા બાદ તેનો ઉપયોગ કરીને સાડી પરત આવે તે સાડી સમયમાં ડ્રાયક્લીન કરીને પરત આપવાની રહેશે. આ સાડી બેંક દ્વારા મહિલાઓને સાડી આપ્યા પછી તેનો કોઇ ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી. ભાદરણ ગામના એનઆરઆઈ પરિવાર દ્વારા અમેરિકાના વિવિધ સિટીમાં રહેતા ગુજરાતી પરિવારો પાસેથી ૨૦૦ થી વધુ સાડીઓ દાન રૂપે એકત્રિત કરવામાં આવેલ છે. તેમજ ૧૦૦ જેટલી સાડી ભાદરણ ગામમાં રહેતી મહિલાઓ પાસેથી એકત્ર કરી આવી રીતે અંદાજે ૩૦૦ સાડીઓ આ સાડી બેંકમાં મુકવામાં આવી છે.

કોરોનાના આ કપરા કાળમાં લગભગ છેલ્લા બે વર્ષથી લોકો આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, ત્યારે આવી પરિસ્થિતિમાં પોતાના પરિવારોમાં કે ઘરમાં શુભ પ્રસંગોમાં સાડી વગેરેની ખરીદી કરવામાં લોકોને ભારે તકલીફ પડી રહી છે. ત્યારે આવા સમયે ભાદરણ ગામ ખાતે એન.આર.આઈ પરિવાર અને ભાદરણના બીજા ગ્રામજનો દ્વારા જે સાડી બેંક શરૂ કરવામાં આવી છે જે ગરીબ અને મધ્યમ પરિવારના મહિલાઓ માટે આશીર્વાદ રૂપ બનશે તેવું ત્યાંના સ્થાનિક અને અગ્રણી એવા શૈલેષભાઈ પટેલ અને નેહલબેન પટેલે જણાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *