સમાચાર

હવે રાંધણગેસના કનેક્શન લેવું થયું મોંઘુ, 500-600 નો વધારો નહિ પણ પૂરેપુરા આટલા રૂપિયાનો વધ્યા

મોંઘવારી વાત કરીએ તો પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ બાદ હવે કે સિલિન્ડરનું નવું કનેકશન લેવામાં પણ ભાવ વધારો થયો છે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજથી નવા ગેસના કનેક્શન માટે ભાવ વધારો કરી દીધો છે. જો તમારે પણ હવે નવું એલપીજી કનેક્શન મેળવવું હશે તો તમારે વધુ પૈસા ખર્ચ કરવા પડશે. કારણકે નવા ડોમેસ્ટિક એલપીજી કનેક્શન ની સિક્યુરિટી ડિપોઝિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારો આજથી જ લાગૂ કરવામાં આવશે.

તો હવે જાણીએ કે હવે નવું એલપીજી કનેક્શન લેવું હશે તો કેટલામાં પડશે?? જો હવે ગ્રાહકોએ નવું એલપીજી ગેસ કનેક્શન લેવુ હશે તો અગાઉના ભાવ કરતાં 750 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે પહેલા 1450 રૂપિયા લેવામાં આવતા હતા પરંતુ તેમાં હવે ભાવમાં વધારો કરીને હવે 2200 રૂપિયાની સિક્યુરિટી ડિપોઝિટ જમા કરાવવાની રહેશે.

ગેસના રેગ્યુલેટર નો ભાવ પણ વધી ગયો છે. પેહલા તેનો ભાવ 150 રૂપિયા હતા હવે તે વધીને 250 રૂપિયા થઈ ગયા છે. ગેસ કનેક્શન માટે પાઇપના પણ તમારે 150 રૂપિયા ચૂકવવા પડશે અને ગેસની પાસબુક માટે પણ 25 રૂપિયા અલગથી આપવા પડશે. આમ જુઓ તો ટોટલ ખર્ચો જોવા જઈએતો નવા ગેસ કનેકશન માટે તમારે 3690 રૂપિયા ચૂકવવા પડશે. જો કોઈ વ્યક્તિ નવુ ગેસ કનેક્શન લે છે અને તેમને સાથે નાવા બે સિલિન્ડર લેવા છે તો તેમને 4400 રૂપિયા આપવા પડશે.

5 કિલોના ગેસ સિલિન્ડરની સિક્યોરિટી ડિપોઝિટ ખૂબ મોંઘી ૫ કિલોનાં સિલિન્ડરની સિક્યુરિટી ડિપોઝિટ 800 રૂપિયા ને બદલે 1150 રૂપિયા કરવામાં આવી છે તેઓ ઈન્ડિયન ઓઈલ બીપીસીએલ અને એચપીસીએલ એ જણાવ્યું છે. ઉપરાંત તેની પાઇપ અને પાસબુક માટે પણ 150 રૂપિયા અને 25 રૂપિયા આપવા પડશે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળના લોકો માટે પણ સિલિન્ડર મોંઘા – જાણો કેમ પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ધરાવતા ગ્રાહકો માટે પણ ગેસ કનેક્શન પર સિલિન્ડરના ભાવ ડબલ કરી દીધા છે. જો તેઓ બીજું સિલિન્ડર લે તો પણ તેમને વધેલી સુરક્ષા રકમ ચૂકવવી પડશે. આથી હવે નવું કનેક્શન લેવું હશે તો રેગ્યુલેટર માટે 100 રૂપિયા વધારે ખરચવા પડશે. 150 રૂપિયાને બદલે 250 રૂપિયા આપવા પડશે.

Leave a Reply

Your email address will not be published.