સમાચાર

મોરબીમાં દીવાલ ધરાશાહી થતાં એક જ પરિવારમાં 6 લોકોના મોત, વૃદ્ધ માતા અને પત્ની નોંધારા બન્યા, કૂલ 12 લોકોના મૃત્યુ

મોરબીના હળવદમાં એક ફેકટરીમાં દીવાલ ધરાશાયી થતા એક પરિવારના કુલ ૬ સભ્યો સહિત ૧૨ લોકોના મોત નીપજ્યા છે. મૃતક રમેશભાઈના પરિવારમાં બધા કમાનાર લોકોના જ મોત થઈ ગયા છે. જેના કારણે રમેશભાઈના વૃદ્ધ માતા, પત્ની નિરાધાર બની ગયા છે. હાલમાં આ પરિવાર કાચા ઝૂંપડા બનાવી અને વસવાટ કરી રહ્યો છે. આ પરિવારને રહેવા માટે મકાન મળી રહે તે માટેની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. તાજેતરમાં હળવદ જીઆઇડીસીમાં એક સાગર સોલ્ટ નામના કારખાનામાં દીવાલ પડી ગઈ હતી.

આ દુર્ઘટનામાં કુલ ૧૨ લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટનામાં પરિવારના મોભી એવા રમેશભાઈ, દીકરી દક્ષા, દીકરો દિલીપ, પુત્રવધુ શિતલ અને ૨ બાળકોના મોત નીપજ્યા છે. રમેશભાઈ કોળીના ૯ લોકોના પરિવારમાંથી ૬ લોકોના મોત થઈ ગયા છે. મોરબી જિલ્લાના હળવદમાં દીવાલ ધરાશાયી થઈ જતા એક જ પરિવારના છ સભ્યો સહિત કુલ ૧૨ લોકોના મૃત્યુ થયા હતા. સૌથી મોટી કરુણતાની વાત તો એ છે કે મૃતક રમેશભાઈના પરિવારની અંદર કમાનારા મુખ્ય જે બે વ્યક્તિઓ હતા, તે જ આ ઘટનાની અંદર મૃત્યુ પામ્યા છે.

માટે હાલમાં રમેશભાઈના વૃદ્ધ માતા અને તેના પત્ની સહિતના પરિવારના સભ્યો નિરાધાર બન્યા છે. ત્યારે સરકાર તરફથી તેને રહેવા માટે ઘરનું ઘર મળે તેવી પરિવારના સભ્યો વતી લાગણી વ્યક્ત કરવામાં આવી છે. બુધવારના રોજ મોરબી જિલ્લાના હળવદ માટે ગોઝારો દિવસ હતો તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નહી થાય. કેમ કે હળવદ જીઆઇડીસીની અંદર આવેલ સાગર સોલ્ટ નામની ફેકટરીમાં મજૂરો જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે ફેક્ટરીની તોતિંગ દીવાલ અચાનક જ ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ હતી.

જેથી કરીને દિવાલ અને મશીનરીની નીચે ફસાઈ જવાના લીધે એક જ પરિવારના છ સભ્યો સહિત કુલ મળીને ૧૨ લોકો મોત થયા હતા. જેથી રાજ્યના મુખ્યમંત્રી તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા દરેક મૃતક લોકોના પરિવાર જનને ૬ લાખ રૂપિયાની સહાય અને કારખાનેદાર દ્વારા પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

જોકે સમગ્ર ઘટનાની અંદર સૌથી આઘાતજનક વાત તો એ છે કે, રમેશભાઈ કોળી અને તેની દીકરી દક્ષા તેમજ દીકરો દિલીપભાઇ અને પુત્રવધુ શિતલબેન અને તેમના બે સંતાનો આમ કુલ મળીને એક જ ઘરના ૬ વ્યક્તિઓ મોતને ભેટી ગયા છે. કારખાનેદારે આ પરિવારને આર્થિક સહાયની જાહેરાત કરી છે. મળેલ વિગતો મુજબ, વર્ષ ૧૯૯૫ થી હળવદ જીઆઇડીસી કાર્યરત કરવામાં આવી છે અને જે ફેક્ટરીમાં દુર્ઘટના બની ગઈ છે તે કારખાનાને વર્ષ ૨૦૦૮ માં થોડું અપડેટ કરવામાં આવ્યું હતું.

હાલમાં ત્યાં આ અકસ્માતનો બનાવના લીધે એક જ પરિવારના છ સહિત કુલ ૧૨ વ્યક્તિઓના મોત થયા છે. ત્યારે આ અકસ્માતના મામલે કારખાનાના ત્રણ માલિક, બે સંચાલક અને ત્રણ સુપરવાઇઝર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કારખાનના માલિકો અફઝલભાઇ અલારખાભાઇ ઘોણીયા, રાજેશકુમાર મહેંદ્રકુમાર જૈન અને કિશનરામ લાલારામ ચૌધરી સામે ઇ.પી.કો કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ તથા બાળ અને તરુણ કામદારની કલમ ૩એ, ૧૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.