મોરબીમાં ખુબ જ દુઃખદ ઘટના સામે આવી છે. મોરબીમાં માળિયા હાઇવે પર એક કારનું અચાનક ટાયર ફાટી જવાથી કારમાં બેસેલા કુલ ૬ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજયા છે. જેના કારણે માર્ગ ઉપર જતા રાહદારીઓ અને અન્ય વાહન ચાલકોમાં કમાટી વ્યાપી ગઈ છે. આમ અચાનક બનેલા આ અકસ્માતને કારણે આપણા સી એમ ભુપેન્દ્રભાઈ પટેલ એ પરિવારને ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.મોરબીના ધારાસભ્ય દ્વારા પણ આ જાહેરાત કરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ કચ્છના માધાપરમાં રહેતો રઘુવંશી પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરી પરત માધાપર જઈ રહ્યો હતો. મોરબીના કટારીયામાં હવન કરી કાર પરત ઘરે ફરી રહી હતી ત્યારે માળીયા હાઈવે પર કારને અકસ્માત નડ્યો હતો. એક કાર અન્ય વાહન સાથે અથડાઈ હતી, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા.જેમાં મોરબીના મહેન્દ્રભાઈ પ્રાગજીભાઈ રવેસીયા, સુધાબેન મહેન્દ્રભાઈ રવેસીયા, જીજ્ઞાબેન ઘનશ્યામ જોબનપુત્રા, રીયાંશ ધનશ્યામ જોબનપુત્રાનું દુઃખદ અવસાન થયું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી કચ્છ માધાપર ઘરે પરત ફરી રહેલા પરિવારમાં જાદવજી રાવજીભાઈ ભુડિયા નું મૃત્યુ થયું હતું અને અને ભરત ઘનજી હિરાણી (ઉં.વ.3), વનિતા બેન ભરત હિરાણી (ઉં.3), દેવ ભરતભાઈ હિરાણી (ઉં.10), તુલસી ભરતભાઈ હિરાણી (ઉં.11), હાર્દિક ભરતભાઇ હિરાણી (ઉં. 14), કિશન હિરાજી હિરાણી (ઉં. 17), જશુબેન ધનજીભાઇ હિરાણી (ઉં. 60), યશ ભરતભાઇ દબાસિયા (ઉં. 18), મંજુલા ભરત દબાસિયા (ઉં.વ. 18) 17) 31), ભરતભાઇ વિશ્રામભાઇ દબાસીયા (40 હેઠળ) ઇજાગ્રસ્ત થયા હતા.
જેઓ ને તાત્કાલિક અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. તમામ ઇજાગ્રસ્તોને મોરબીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરાજા તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ઈજાગ્રસ્તોને શોધી કાઢ્યા હતા અને તેમની મદદ કરવા પોંહચી ગયા હતા.