મોરબીમાં બનેલી ઘટનામાં મામાએ પોતાની જ ભાણીના પ્રેમીનું અપહરણ કરી તેને માર મારતાં યુવકનું મોત

અત્યારના સમયે પ્રેમ સંબંધોમાં ખૂબ જ કરૂણ અંત આવતો હોય તેવા ઘણા બધા કિસ્સાઓ સામે આવતા જોવા મળે છે. અને એવો જ એક કિસ્સો મોરબી જિલ્લામાં બન્યો હતો જેમાં યુવાન અને તેના જ વિસ્તારમાં રહેતી એક યુવતીનો પ્રેમસંબંધ હતો અને તેની જાણ તે યુવતીના મામાને તથા તેમના સમગ્ર પરિવારને થઇ ગઇ હતી ત્યારબાદ તે યુવાનનું યુવતીની માતા અને તેના બે મામાઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેને ખૂબ જ માર મારવામાં આવ્યો આમ તે યુવાનનું મોત થઈ ગયો હતો.

અને જ્યારે તે યુવાનનું મોત થઈ ગયું ત્યારે મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અને આ ફરિયાદ નોંધાતા જ પોલીસે આ યુવાનની હત્યાના ગુનામાં તે યુવતીની માતા અને બીજા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર ઘટના જાણતા મોરબીના મહેન્દ્રનગર ગામમાં રહેતા મિતેશ ભરતભાઈ કુબાવતને તેમના જ વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને તેની જાણ જ્યારે યુવતીના ઘરે થઈ ગઈ હતી.

ત્યારે યુવતીની માતા ખૂબ જ ક્રોધિત થઈ હતી અને તેની માતા તથા તેના બે મામાએ મળીને તે યુવાનનું અપહરણ કરી દીધું હતું. અને તેનું અપહરણ કરી દીધા બાદ તે યુવાનને વાડીએ લઈ ગયા હતા અને ત્યાં તેને ખૂબ જ માર માર્યો હતો અને આમ ગંભીર રીતે તેને ઈજા પહોંચી હતી ત્યારબાદ મિતેશ ને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તેને વધુ પડતું મારવાથી તેનું મૃત્યુ થઈ ગયું હતું અને આમ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઈ જવાથી તેની માતાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મહેન્દ્રનગર ગામ માં શીતળા માતા ધાર વિસ્તારમાં રહેતા મિતેશ ભરતભાઈ કુબાવત એક દિવસ તેમના પિતરાઈ ભાઈની સાથે ગામમાં પોતાની બુલેટ લઈને જઈ રહ્યો હતો અને ત્યારે ચોથી તારીખના રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ પરેશભાઈએ તે મિતેશભાઇ ની બાઈક અથડાવી હતી અને પછી ધર્મેશભાઈ એ પાછળથી સફેદ કલરની i10 માં આવી ને લાકડાના ધોકા વડે તેમને ખૂબ જ માર માર્યો હતો આમ પરેશભાઇ તથા ધર્મેશભાઈ એ મિતેશ નું તેની પોતાની જ કારમાં અપહરણ કરી દીધું હતું અને ત્યારબાદ સીએનજી ગેસના પંપ ની પાછળ વાડી વિસ્તારમાં તેને લઈ ગયા હતા અને ત્યાં લઈ જઈને લાકડાના માયા વડે ખૂબ જ માર માર્યો હતો અને ખૂબ જ માર મારવાથી તેને ઈજા પહોંચી હતી અને ત્યારબાદ તેનું સારવાર દરમિયાન જ મોત થઈ ગયું હતું.

મૃતક યુવાન મિતેષ ભાઈને જે યુવતી સાથે પ્રેમ હતો તે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી અને તેના પરિવારના સભ્યોને પણ કહેતી હતી કે યુવતીની માતા અને તેના બે મામા અને આ વાત ન ગમે હોવાથી તે લોકોએ ભેગા થઈને તે યુવાનને ખૂબ જ માર મારવા માટે એક પ્લાન બનાવ્યો અને આમ તે પ્લાન અનુસાર પહેલા તેનું અપહરણ કરી દીધું હતું ત્યારબાદ તેને વાડીમાં લઈ જઈ ને ઢોર માર માર્યો હોવાથી તે યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું તેના માતા અને બંને મામા અત્યારે હત્યાના ગુનામાં ભેરવાઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published.