લાઈફ સ્ટાઈલ

મોરબીમાં સૌથી અનોખી બ્રેડનો નાસ્તો, ફક્ત 2 કલાકમાં જ બધો જ સમાન પૂરો થઇ જાય છે, ટેસ્ટ એવી છે કે દુકાન ખુલતા પહેલા જ લાઈનો લાગે છે

આજકાલ લોકોને એકદમ તીખું અને તમતમતું ખાવાનું ખુબ જ ભાવે છે. એમાં પણ વળી જોચટપટુ જેમકે દાબેલી, વડાપાંવ પાણીપુરી, સેવપુરી, દહીંપુરી, કચોરી, ભેળ જેવું જો નાસ્તામાં કંઈક મળી જાય તો વાત જ શું કરવી!! આ બધી જ વસ્તુ ટેસ્ટ માં એકદમ ચટપટી હોય છે આથી નાના બાળકો થી માંડી ને યંગ લોકો અને વૃદ્ધ લોકોને પણ ખુબ જ ભાવે છે. જો તમે પણ આવી ચાટ ખાવાના રસિયા છો તો આ ફૂડ આર્ટિકલ ખાસ તમારી માટે જ છે.

કંઈક અલગ નવું ખાવાનો ટ્રાય કરવો હોય તો તમારે મોરબી જવું પડશે. મિત્રો તમે બ્રેડ ની આઈટમ જેવી કે દાબેલી વડાપાઉં ભાજીપાઉ વગેરે તો ખાધું હશે પરંતુ શું તમે ક્યારેય ભરેલી બ્રેડ ખાધી છે?? ખબર જ છે નામ સાંભળીને તમને થોડુંક શોક જેવું લાગશે કે આ ભરેલી બ્રેડ શું હોય?? આજે અમે તમને ભરેલી બ્રેડ શું હોય છે અને તે કેવી રીતે બનાવવામાં આવે છે તે શીખવશું. મોરબીના કુટુબ ભાઈની ભરેલી બ્રેડ અને મોરબિયા બટેટા ખૂબ જ ફેમસ છે.

ભરેલી બ્રેડ શું હોય છે અને તેને કેવી રીતે બનાવવામાં આવે છે. ભરેલી બ્રેડ એટલે સાદો પાવના બન માં એકદમ તીખી તમતમતી લસણીયા ચટણી ના બટેકાના ટુકડા ને મિક્ષ કરવામાં આવે છે અને તેને પાવ ની વચ્ચે નાખીને ઉપર થી સહેજ ગળી ચટણી નાખી ને ખાવામાં આવે છે. આ રીતે ભરેલી બ્રેડ બને છે.

આજે અમે તમને મોરબીના કટુબ ભાઈ ની ભરેલી બ્રેડ અને મોરબિયા બટેટા વિશે જણાવવા જઈ રહ્યા છે. કટુબ ભાઈ ની ભરેલી બ્રેડ અને મોરબીયા બટેટા ખૂબ જ ફેમસ છે. બપોરના 3:00 થી ચાલુ કરીને સાંજ માં 6 વાગ્યા સુધી અહીં ખૂબ જ ભીડ હોય છે. લગભગ અઢી કલાકમાં જ વધુ પૂરું થઈ જાય છે. માત્ર ૧૧ રૂપિયામાં આ ભરેલી બ્રેડ મળે છે જે સ્વાદમાં એકદમ તીખી તમ તમ હોય છે. જો બટાકા પતી ગયા હોય તો લોકો એકલો રસો પણ પાવ સાથે ખાય છે. આ ભરેલી બ્રેડ લેવા માટે લોકોની અહીં લાઈન લાગે છે.

જો તમને પણ એકદમ તીખું તમ તમ ખાવું હોય તો તમે પણ મોરબી શહેર ના આ કુટુબ ભાઈની ભરેલી બ્રેડ અને મોરબિયા બટેટા ટ્રાય કરી શકો છો. જો તમે પણ મોરબી આવવાનો પ્લાન કરી રહ્યા હોવ તો આ ભરેલી બ્રેડ ચોક્કસ થી ટ્રાય કરજો. ખૂબ જ મજા આવી જશે. તો ચાલો નોંધી લો સરનામું. મોરબી, જૂનું બજાર, કુટુબ ભાઈ ની ભરેલી બ્રેડ અને મોરબીયા બટેટા. મોં 9173493152

Leave a Reply

Your email address will not be published.