ડ્રગ્સ માટે પૈસા આપવાની ના પાડી તો માતા-પિતા સહીત બહેન અને દાદીની હત્યા કરી નાખી, ધ્રુજાવી નાખે તેવી ઘટના…

દિલ્હીના પાલમ વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાના માતા-પિતા, બહેન અને દાદીનું ગળું કાપીને હત્યા કરી નાખી. આ ઘટના મંગળવારે રાત્રે 10.30 કલાકે બની હતી. આરોપીનું નામ કેશવ (25) છે અને તે ડ્રગ્સનો વ્યસની છે. પરિવારે તેને વ્યસન મુક્તિ કેન્દ્રમાં મોકલી આપ્યો હતો.

થોડા દિવસ પહેલા જ તેને લઈને આવ્યો હતો, પરંતુ તેની લત છૂટી ન હતી. તે પરિવાર પાસે ડ્રગ્સ માટે પૈસા માંગતો હતો.મંગળવારે પણ તેણે ડ્રગ્સ માટે પૈસા માંગ્યા હતા.જ્યારે પરિવારે પૈસા આપવાની ના પાડી તો તેણે પરિવારના સભ્યોની હત્યા કરવાનું નક્કી કર્યું. ઘરના ચારેય સભ્યોને અલગ-અલગ રૂમમાં લઈ જઈને માર માર્યો હતો.

હત્યા બાદ આરોપી ફરાર હતો, પરંતુ તેના પિતરાઈ ભાઈએ પાડોશીઓની મદદથી તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. મૃતકોની ઓળખ પિતા દિનેશ (50), માતા દર્શના (47), બહેન ઉર્વશી (18) અને દાદી દેવાનો દેવી (75) તરીકે થઈ છે. આરોપી કેશવને પકડનાર તેના પિતરાઈ ભાઈએ જણાવ્યું કે કેશવના ઘરના ઉપરના માળે ઝઘડો ચાલી રહ્યો હતો.

થોડી વાર પછી બહેનની ચીસોનો અવાજ સંભળાયો. તે બચાવી લેવા વિનંતી કરી રહી હતી. જ્યારે તે કેટલાક લોકો સાથે પહોંચ્યો તો આરોપીના ઘરનો દરવાજો બંધ હતો. તેણે દરવાજો ખખડાવ્યો તો આરોપીએ કહ્યું કે આ અમારો પારિવારિક મામલો છે. આના પર લોકોએ થોડીવાર રાહ જોઈ.

પરંતુ અચાનક આરોપી ભાગવા લાગ્યો, પછી લોકોએ તેને પકડી લીધો. જ્યારે લોકો ઘરની અંદર ગયા તો જોયું કે ઘરનો ફ્લોર લોહીથી લથપથ હતો. ચારેય લાશો આસપાસ પડી હતી. આ મૃતદેહો આરોપીના માતા-પિતા, બહેન અને દાદીના હતા. પોલીસે જણાવ્યું કે કેશવ ગુડગાંવમાં એક કંપનીમાં કામ કરતો હતો. તેણે એક મહિના પહેલા જ નોકરી છોડી દીધી હતી. ત્યારથી તે તેના પરિવારના સભ્યો સાથે પૈસાને લઈને ઝઘડો કરતો હતો.

આ મામલે પાલમ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. કેશવનું તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું હતું, તે પછી તે પરેશાન થવા લાગ્યો હતો. આ પછી તેને ડ્રગ્સની લત લાગી ગઈ અને તેણે નોકરી પણ ગુમાવી દીધી. નશાની લતને કારણે તે તેના પરિવારના સભ્યો સાથે ઝઘડો કરતો હતો, કેશવ તેની સાથે મારઝૂડ કરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *