બોલિવૂડ

મૌની રોયના આ ફોટા જોઇને તો તમારી નજર નહિ હટે…

ટીવી અને બોલિવૂડની હોટ અભિનેત્રીઓમાંની એક મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે પોતાના ફોટા જોરશોરથી શેર કરતી રહે છે. આટલું જ નહીં, મૌની રોય ઘણીવાર પોતાના ગ્લેમરસ લુકથી ફેન્સને દિવાના રાખે છે. મૌની રોય ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના બોલ્ડ અને ગ્લેમરસ અવતારની ફ્લન્ટ કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં તાજેતરમાં અભિનેત્રીએ રેડ ડ્રેસમાં પોતાનો બોલ્ડ લૂક બતાવ્યો હતો.

તાજેતરમાં, મૌની રોયે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ખાસ ફોટા શેર કરીને ચાહકોને પોતાને દિવાના બનાવ્યા છે. આ ફોટામાં મૌની રોય સ્ટાઇલિશ રેડ કલરના આઉટફિટમાં આકર્ષક લાગી રહી છે, આ સાથે તેણે ગોગલ્સ પણ પહેર્યા છે. દરેક ફોટામાં મૌનીની સ્ટાઇલનો એક અલગ પ્રકારનો નજારો જોવા મળી રહ્યો છે. ફોટામાં મૌની રોય ઉપરથી નીચે સુધી ખૂબસુરત લાગી રહી છે, મૌની રોયની આ સ્ટાઇલ ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે, જેમાં તે વિવિધ સ્ટાઇલમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

મૌની રોય એક ભારતીય ટીવી / ફિલ્મ અભિનેત્રી છે. મૌની રોય ટીવી જગતમાં નાગીન શિવન્યા અને દેવો કે દેવ મહાદેવના સતીના અભિનય માટે જાણીતી છે. મૌની રોયનો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૮૫ માં પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં બંગાળી પરિવારમાં થયો હતો. મૌનીએ કેન્દ્રીય વિદ્યાલયમાંથી અભ્યાસ પૂરો કર્યો અને જામિયા મીલીયા ઇસ્લામીયાથી માસ કમ્યુનિકેશન અભ્યાસ પૂરો કર્યો.

જોકે, મૌનીને અધ્યયનની અધવચ્ચે છોડીને તે અભિનય અને ફિલ્મ જગતમાં પોતાનું નસીબ અજમાવવા મુંબઈ પહોંચી ગઈ. મૌનીએ તેની કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૦૭ માં એકતા કપૂરના ટીવી શો, ક્યુ કી સાસ ભી કભી બહુ થી કરી હતી, જેમાં તે પુલકિત સમ્રાટની વિરુદ્ધ જોવા મળી હતી. મૌનીએ તેની ૧૧ વર્ષની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચડાવ જોયા છે. જોકે આજે મૌની ટીવીની દુનિયાની એક પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ છે, અને હવે તે ઘણી ફિલ્મોમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

વર્ષ ૨૦૧૮ મૌની માટે ખૂબ નસીબદાર છે, આ વર્ષે તે ગોલ્ડ ફિલ્મમાં અક્ષય કુમારની પત્નીની ભૂમિકામાં જોવા મળી હતી. આ સિવાય તે ફિલ્મ તુમ બિન ૨ માં પણ આઈટમ સોંગ કરી ચુકી છે. કયું કી સાસુ ભી કભી બહુ થી, કસ્તુરી, દેવોં કે દેવ મહાદેવ, નાગિન, નાગીન ૨, ટશન-એ-ઇશ્ક, જુનૂન, ઐસી નફરત તો કૈસા ઇશ્ક, નાગિન ૩, કૃષ્ણા ચલી લંડન, ઝલક દિખલા જા ૯, એક થા રાજા એક થી રાણી મૌની રોયે વગેરે ટીવી શો કરેલા છે. તેમના દાદાનું નામ શેખરચંદ્ર રોય હતું, તે ખૂબ પ્રખ્યાત થિયેટર કલાકાર હતા.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

તેમના પિતાનું નામ અનિલ રોય છે, તે કૂચબિહાર જિલ્લા પરિષદના ઓફિસ અધિક્ષક હતા. તેની માતાનું નામ મુક્તિ રોય છે. મૌનીને મુકર રોય નામનો એક ભાઈ છે. મૌનીએ પ્રારંભિક અભ્યાસ કેન્દ્રીય વિદ્યાલય, બાબુરાત, કૂચ બિહારથી પૂર્ણ કર્યો. તે પછી, તેમણે નવી દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામીયા યુનિવર્સિટી અને નવી દિલ્હીની મિરાન્ડા હાઉસ, યુનિવર્સિટી ઓફ દિલ્હીમાં અભ્યાસ કર્યો. મૌની એક પ્રશિક્ષિત નૃત્યાંગના પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *